ગાંધીનગરરાષ્ટ્રીય

ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વૃક્ષારોપણ કર્યું

ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા માટે ‘એક પેડ માં કે નામ ૨.૦’ ઝુંબેશ હેઠળ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વાવોલ-ઉવારસદ રોડ પર વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગર મહાનગરપાલિકા અને ઇફકોના સહયોગથી યોજાયો હતો.

વાવોલ-ઉવારસદ રોડ પર આવેલા મહાનગરપાલિકાના એક પ્લોટમાં મહાનુભાવો દ્વારા લગભગ ૪૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રીએ વડલાનું વૃક્ષ વાવીને આ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ઇફકો દ્વારા ગાંધીનગર જિલ્લાના અન્ય ૧૧ ગ્રામીણ વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્યો રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર, કલેક્ટર મેહુલ દવે, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિત મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગાંધીનગરના ગ્રીન કવરને વધારવાનો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *