ગુજરાત

ગુજરાતમાં સ્વચ્છતાનું નવું મોડેલ: ૪ મહાનગરપાલિકાઓ ૨૦ નગરપાલિકાઓને શીખવશે સ્વચ્છતાના પાઠ

રાજ્ય સરકારે ગુજરાતના નાના નગરો અને શહેરોમાં સ્વચ્છતા સુધારવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત, સુરત, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાઓને ૨૦ નગરપાલિકાઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ મહાનગરપાલિકાઓ આગામી ૧૦૦ દિવસ સુધી આ નગરપાલિકાઓને ઓનલાઈન માર્ગદર્શન આપશે.

આ અભિયાનમાં, ચાર મહાનગરપાલિકાઓ આઠ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં જાહેર સ્થળો અને બજારોમાં કચરાનું વ્યવસ્થાપન, કચરાને અલગ પાડવાની પદ્ધતિઓ, વૈજ્ઞાનિક ઢબે સોલિડ વેસ્ટનું મેનેજમેન્ટ, જાહેર શૌચાલયોની સ્વચ્છતા, વપરાયેલા પાણીનો નિકાલ, અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ મહાનગરો જેવી સ્વચ્છતાને નાના શહેરો સુધી પહોંચાડવાનો છે.

કઈ મહાપાલિકા કયા વિસ્તારોને માર્ગદર્શન આપશે?

  • સુરત મહાપાલિકા: માંડવી, પાલિતાણા, વલ્લભીપુર, ચલાલા, સાવરકુંડલા.
  • ગાંધીનગર મહાપાલિકા: વડનગર, જામજોધપુર, માલિયા મિયાણા, કુતિયાણા, સિક્કા.
  • અમદાવાદ મહાપાલિકા: સાણંદ, વાંકાનેર, સલાયા, મુંદ્રા બારોઈ, રાણાવાવ.
  • વડોદરા મહાપાલિકા: સાવલી, લીમડી, સિહોર, સુરેન્દ્રનગર, જામરાવલ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *