વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી 2025-“માનવ-પ્રાણી સહઅસ્તિત્વ”
તા. 02/10/2025 થી તા. 08/10/2025 સુધી સમગ્ર સપ્તાહ દરમિયાન પ્રતિદિન Human-Animal Coexistence એટલે કે ‘માનવ-પ્રાણી સહઅસ્તિત્વ’ પર આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ઉજવણી અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર તથા ગોએન્કા આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તા. 04/10/2025 ના રોજ એક દિવસીય રોગ નિદાન અને મફત ચિકિત્સા શિબિર આયોજન પણ કરવામાં આવ્યુ છે.આ શિબિર અંતર્ગત ખાસ કરી શ્રમીક વર્ગ, પર્યાવરણ પ્રેમીઓ, વન વિભાગ કર્મચારીઓ, આસપાસ ના ગ્રામજનો સહિત તમામ જાહેર જનતા માટે ગાંધીનગર શહેર મધ્ય આવેલ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે તા. 04 ઓક્ટોબર 2025 ના રોજ એક દિવસીય નિ:શુલ્ક રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે શિબિર અંતર્ગત નિષ્ણાંત આયુર્વેદિક તબિબિ ચિકિત્સક દ્વારા તમામ રોગો જેવા કે,ચામડીના રોગ, સંધિવાના રોગ, શરીર શુદ્ધિ માટે વમન, વિરેચન સારવાર સગવડ વ્યવસ્થાપન, ડાયાબીટીસ, બી પી, શ્વાસ સંબધિત સમસ્યા, જૂની શરદી,
વાળના રોગ, અનિંદ્રા, કાનના રોગો, નાક, ગળું અને માથાના રોગો, આંખના રોગ, કમરના દુખાવા, હ્રદય સંબંધિત તકલીફ, ગરદનની તકલીફ, ઢીંચણના દુ:ખાવા માટે સારવાર, માનસિક રોગ, હરસ-મસા-ભગંદર માટે સારવાર, સ્ત્રી રોગ, ગુપ્તરોગ, ઉત્તમ સંતાન માટે ગર્ભસંસ્કાર માર્ગદર્શન, બાળકોની રોગ પ્રતિકારક શક્તિ તથા બુદ્ધિ ક્ષમતા વધારવા તેમજ સ્વસ્થ અને તંદુરસ્થ રહેવા માટેનું માર્ગદર્શન, યોગ, આસન, પ્રાણાયમ અંગે માર્ગદર્શન જેવી તમામ બાબતોનું નિદાન તથા ઉપલબ્દ્ધ સારવાર સગવડતા ગોએન્કા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. શિબિરમાં દર્દી ને જરૂરિ દવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. તેમજ આગળની આયુર્વેદ સારવાર જેવી કે હોસ્પિટલ માં નિ:શૂલ્ક દાખલ થનાર દર્દીને રહેવા, જમવા અને દવાઓ સહિત વિશેષ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ શિબિરનો લાભ લેવા અન્વયે ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાના નાયબ નિયામકશ્રી વિકાસ અને વ્યવસ્થાપન શ્રી અમિતકુમાર નાયક તેમજ ગોએન્કા હોસ્પિટલ વ્યવસ્થાપન વિભાગ દ્વારા નગરજનોને ઉપસ્થિત રહી ચિકિત્સા શિબિરનો લાભ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો પ્રકૃતિના સાનિધ્યમાં આપના અને આપના પરિવારના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈ નિ:શૂલ્ક નિદાન અને સારવાર સાથે વન્યજીવને રૂબરૂ નિહાળવા તથા એક દિવસ પ્રકૃતિને સમર્પિત કરવા, તા.૦૪ ઓક્ટોબરના રોજ સવારે ૦૯ થી સાંજે ૦૫ વાગ્યા સુધી ‘ગીર’ ફાઉન્ડેશન આપને આવકારે છે.