GDP પર RBI ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન : ભારત આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે, કહ્યું આંકડા ચોંકાવનારા
ન્યુ દિલ્હી :
સરકારની સૌથી મોટી પ્રાથમિકતા વિકાસની ગતિને પાછી ટ્રેક પર લાવવાની છે. ઇન્ટરવ્યૂ દરમિયાન શક્તિકાંત દાસે કહ્યું કે, ”અમે (RBI) 5.8 ટકાના ગ્રોથની ભવિષ્યવાણી કરી હતી. કોઇએ પણ 5.5 ટકા કે તેથી ઓછા જીડીપી દરની ભવિષ્યવાણી નહોતી કરી. આ આંકડા ખુબ જ ચોંકાવનારા, અને ખૂબ જ ખરાબ છે.”
નાણાકીય વર્ષ 2020ના ફર્સ્ટ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 5 ટકા નોંધવામાં આવ્યો છે. આ ગત 6 વર્ષોમાં વિકાસમાં સૌથી ધીમો વધારો છે. આરબીઆઇના ગવર્નરે કહ્યું કે તે ખૂબ જ નાના આંકડાનું ઝીણવટ પૂર્વક નિશ્લેષણ કરી રહ્યા છે.
આ સાથે જ બેન્કના પ્રમુખે ઇન્ટરવ્યૂમાં સાઉદી અરબની તેલ કંપની પર થયેલા હુમલા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે સાઉદી અરબની તેલ કંપની પર હુમલા બાદ જો તેલની કિંમતોમાં વધારો ચાલુ રહે છે તો નાણાકીય ખાધ વધી શકે છે. એમણે કહ્યું કે, આપણે અંતિમ પરિદ્દશ્યને સમજવા માટે વધુ થોડાક દિવસો સુધી નજર બનાવી રાખવી પડશે.