બધા નહીં, ફક્ત આ જ અધિકારીઓ પાસે સત્તા છે વાહનનો મેમો વસૂલવાની !
ગાંધીનગર :
ગુજરાતમાં નવો નિયમ લાગુ થઈ ગયો છે અને જે વાહનચાલકો નિયમનું ભંગ કરે છે તેમને ટ્રાફિક વિભાગ દંડ પણ ફટકારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ક્યાં ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તમારી પાસેથી દંડ વસૂલી શકે અને કોણ તમારી પાસેથી દંડ ના વસૂલી શકે.
જે પણ અધિકારી તમારી પાસે ડૉક્યુમેન્ટ માગે તેમની પાસે વિન્રમતાથી તમારે આઈડી કાર્ડ માગવું જોઈએ. ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પણ આ વાત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આમ પહેલાં અધિકારી પાસે આઈડી કાર્ડ માગો જેના લીધે તેના હોદ્દાની તમને ખબર પડશે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ અને આસિસન્ટ આરટીઓ ઈન્સ્પેક્ટર જ તમારી પાસેથી જ દંડ વસૂલી શકે છે. આ ઉપરાંત આ બંને હોદ્દાની ઉપરના તમામ પોલીસ અને આરટીઓ અધિકારીઓને પણ દંડ વસૂલવાનો અધિકાર છે. આરટીઓ કચેરીના કર્લાક કે તેમના મદદનીશ અધિકારીઓ દંડ વસૂલી શકતાં નથી. ટ્રાફિક વોર્ડન, હોમગાર્ડના જવાનો અને સામાન્ય ટ્રાફિક કોન્સ્ટેબલ તમારી પાસે કોઈ જ પ્રકારનો દંડ વસૂલી શકે નહીં.