ગુજરાતરાષ્ટ્રીય

જાણો વડાપ્રધાન મોદીના એ અજાણ્યા ગુરૂ જેણે શીખવી રાજકારણની પા..પા.. પગલી

અમદાવાદ :
આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદીએ પોતાની મહેનતનાં દમ પર રાજકીય સફળતાની તમામ સીડીઓ ચડી છે, જો કે તેમના વ્યક્તિત્વને ઘડવામાં એક વ્યક્તિએ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી. આ વ્યક્તિ અન્ય કોઇ નહી પરંતુ ગુજરાતના વકીલ સાહેબ હતા. જેમણે મોદીને અનુશાસન અને રાજનીતિના તમામ પાઠ ભણાવ્યા હતા. વડાપ્રધાન મોદી જણાવી ચુક્યા છે કે તેઓ પોતાના મનની દરેક વાત વકીલ સાહેબને કહેતા હતા.

વકીલ સાહેબનું મુળ નામ લક્ષ્મણરાવ ઇનામદાર હતું. ગુજરાતમાં આરએસએસના સંસ્થાપકો પૈકી એક વકીલ સાહેબ સાથે વડાપ્રધાન મોદીની મુલાકા તે સમયે થઇ હતી, જ્યારે મોદી સંઘના સ્વયં સેવક હતા. મોદી ચાવાળાથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યાર બાદ દેશના વડાપ્રધાન બનવા સુધીની સફરમાં તેમની ભુમિકા ખુબ જ મહત્વની રહી હતી.

ઇનામદારનો જન્મ 1917માં પુણેથી 130 કિોલમીટર દક્ષિણે આવેલા ખાટવ ગામમાં થયો હતો. ઇનામદારે 1943માં પુણે યૂનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરતાની સાથે જ સંઘ સાથે જોડાઇ ગયા હતા. તેમણે સ્વાધીનતા સંગ્રામમાં હિસ્સો લીધો અને હૈદરાબાદનાં નિઝામના શાસન વિરુદ્ધ મોર્ચાઓ કાઢ્યા. તેઓ ગુજરાતમાં આરએસએસના પ્રચારક હોવાનાં કારણે આજીવન અવિવાહિત અને સાદા જીવનનાં નિયમનું પાલન કરી રહ્યા હતા.

ઇનામદાર સાથે મોદી 1960માં કિશોરાવસ્થામાં મળ્યા હતા. 1943 થી ગુજરાતમાં નિયુક્ત ઇનામદાર, સંઘના પ્રાંત પ્રચારક હતા જે નગર-નગર ફરીને કિશોરોને શાખામાં આવવા માટે પ્રોત્સાહિત કરતા હતા. તેમણે ધારાપ્રવાહ ગુજરાતીમાં જ્યારે વડનગરમાં સભાઓ સંબોધિત કરી તો મોદી પોતાના ભાવી ગુરૂની વાકપટુતા પર મુગ્ધ થઇ ગયા.

થોડા સમય બાદ મોદીનો એકવાર ફરીથી વકીસ સાહેબ સાથે સંપર્ક થયો જે શહેરમાં સંઘના હેડગેવાર ભવનમાં રહેતા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી પોતાનાં ગુરૂ વકીલ સાહેબાના સાનિધ્યમાં આરએસએસ ઓફીસ પહોંચી ગયા. મોદી પોતાના ગુરૂના કક્ષની સામે રૂમ નંબર 3માં રહેતા હતા. હેડગેવાર ભવનમાં તેમની શરૂઆત સૌથી નિચલા સ્તરથી થઇ. તેઓ પ્રચારકો માટે ચા બનાવતા હતા, તે સમયે સમગ્ર કોમ્પલેક્સની સફાઇ કરા હતા અને ગુરૂના કપડા પણ ધોતા હતા. આ એક વર્ષ સુધી ચાલ્યું.

મોદીની નજીક રહેલા વકીલ સાહેબ કઇ પ્રકારે રાજ્યસભામાં સંઘના પ્રચાર કરતા હતા. તેઓ ખુબ જ વાંચન કરતા હતા અને પોતાની સાથે એક ટ્રાંજિસ્ટર રેડિયો રાખતા હતા જેના પર તેઓ બીબીસી વર્લ્ડ સર્વિસ નિયમિત રીતે સાંભળતા હતા. જવાનીમાં કબડ્ડી અને ખો ખો રમવાનો શોખ પરંતુ ત્યાર બાદ પ્રાણાયામથી પોતાની જાતને સ્વસ્થત રાખતા હતા. ઇનામદારનો સ્વભાવ મિત્રતાપુર્ત અને ખુબ જ સરળ અને સહજ હતો. 1972માં તેમણે ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને સંઘના પ્રચારક બનાવી દીધા. 1985માં વકીલ સાહેબનું નિધન થઇ ગયું.

મોદીએ 2008માં ઇનામદાર સહિત સંઘની 16 મહાન હસ્તીઓની આત્મકથાનું સંકલન આત્મપુંજ પ્રકાશિત કરાવ્યું હતું. જેમા તેમણે લખ્યું કે, વકીલ સાહેબમાં દૈનિક જીવનનાં ઉદાહરણોની મદદથી પોતાનાં શ્રોતાઓને પોતાની વાતો સમજવાનું કૌશલ્ય હતું. મોદીએ ઉદાહરણ આપીને જણાવ્યું કે, કેવા પ્રકારે ઇનામદારે એક આરએસએસ કાર્યકર્તા બનવા માટે તૈયાર કર્યો. જો તમે વગાડી શકો તો તે વાંસળી નહી તો લાકડી જ છે.

વડાપ્રધાન મોદી લક્ષ્મણરાવ ઇનામદારનાં વ્યક્તિત્વને કવિતા તરીકે પણ વ્યક્ત કરી ચુક્યા છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદી અને રાજભાઇ નેનેએ મળીને સેતુબંધ પુસ્તક લખ્યું હતું. તેનું પ્રકાશન વર્ષ 2001માં થયું હતું. એપ્રીલમાં આવેલા આ પુસ્તક નરેન્દ્ર મોદી અ પોલિટિકલ બાયોગ્રાફીના લેખલ એન્ડી મરીનોના અનુસાર વકીલ સાહેબ સાચા અર્થમાં ગુજરાતમાં સંઘના જનત હતા. મોદીના ઘર છોડવા અને અમદાવાદ આવ્યા બાદ તેમણે તેના પિતાનું સ્થાન લીધું હતું. શક્ય છે કે, સંઘના આ અનુભવી પ્રચારકને અદાજ આવી ગયો હોય કે મોદીની સંગઠનાત્મક ક્ષમતાઓ સંઘના કેટલા કામે આવી શકે તેમ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x