મહાત્મા ગાંધી પર વારાસણીના આ વિદ્યાર્થીએ આપ્યું ભાષણ, સાંભળીને હોશ ઉડી જશે
નવી દિલ્હી:
સાચું કહેવામાં આવે છે બાળકો દેશનું ભવિષ્ય હોય છે અને તેમનું જ્ઞાન વધારવામાં આવે તો આગળ જઇને તેઓ દેશનું ભાગ્ય બદલી શકે છે. છત્તિસગઝના સીએમ ભૂપેશ બધેલે તેમના ટ્વિટર પર એક એવો વીડિયો શેર કર્યો છે જેમાં વારાણસીની એક સ્કૂલનો વિદ્યાર્થી મહાત્મા ગાંધી પર સ્પીચ આપી રહ્યો છે. આ સ્કૂલના વિદ્યાર્થીની સ્પિચ સાંભળીને એક વખતતો તમારું મન પણ હચમચી ઉઠશે. પોતાની સ્પિચમાં ગાંધી વીશે વાત કરતા સેન્ટ્ર હિન્દૂ બોયઝ સ્કૂલ વારાણસીનો વિદ્યાર્થી આયુષ ચતુર્વેદીએ જે વાત કરી તે સાંભળીને તમારા હોશ ઉડી જશે.
ભૂપેશ બધેલે તેમના ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે વારાણસીનો વિદ્યાર્થી આયુષ ચતુર્વેદીની પ્રાર્થના સભામાં ‘વિદ્રોહ તેમજ મજબૂતીના પ્રતીક મહતામા ગાંધી’ વિષય પર આપેલા ભાષણને સાંભળી એટલું તો સ્પષ્ટ છે કે હવે નવી પેઢી ‘ગાંધીનો દેશ’ બચાવશે.
તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યઆરી 1948ની સાંજે નવી દિલ્હી સ્થિત બિડલા ભવનમાં ગોળી મારીને કરવામાં આવી હતી. તેઓ રોજ સાંજે પ્રાર્થના કરતા હતા. નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ત્રણ ગોળીઓ મારી હતી. જેેમાં બે ગોળી બાપૂના શરીરમાંથી પસાર થઇને નીકળી ગઇ હતી. જ્યારે એક ગોળી તેમના શરીરમાં ફસાઇ ગઇ હતી. 78 વર્ષની ઉંમરે મહાત્મા ગાંધીએ દુનિયાને અલવિદા કહ્યું હતું.