ટ્રાફિકના નવા નિયમો મુજબ અમદાવાદમાં રૂા. 8.78 લાખનો દંડ વસુલાયો
અમદાવાદ :
Gujarat RTO charges 8.78 lakhs traffic fine on one day in Ahmedabad
ગઈ કાલથી રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોને અમલી બનાવવામાં આવ્યા છે ત્યારે પહેલા જ દિવસે માત્ર અમદાવાદમાંથી જ રૂા. 8.78 લાખનો દંડ તંત્રએ વસૂલ્યો છે. ગુજરાત ભરમાં કરોડોનો દંડ વસુલવામાં આવ્યો છે.
હેલમેટ ન પહેરનારા 622 વાહનચાલકોને રૂા. 3.11 લાખનો દંડ
સીટ બેલ્ટ નહીં બાંધનાર 226 કારચાલકો પાસેથી રૂા. 1.13 લાખ વસુલ્યા
કુલ ગઈકાલના દિવસમાં રૂા. 8.78 લાખની આવક થઈ
1900 વાહનચાલકો પાસેથી 7.2 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે એટલે કે, દરેક વાહનચાલક દીઝ રૂા. 379નો દંડ વસુલવામાં આવ્યો છે. પહેલા દિવસે 8.78 લાખનો વસુલાયો જેમાંથી RTOએ વિવિધ દંડ પેટે 1.75 લાખ વસુલ્યા હતા.
હેલમેટ નહીં પહેરનાને રૂા. 500નો દંડ
સૌથી વધુ દંડ હેલમેટ નહીં પહેરનારા લોકોને થયો હતો જેમાં 622 લોકો હેલમેટ વગર વાહન ચલાવી રહ્યા હતા. હેલમેટ ન પહેર્યુ હોય તેવા 622 લોકો પાસેથી 3.11 લાખનો દંડ વસુવાયો હતો એટલે કે, દરેક પાસેથી 500 રૂા. દંડ પેટે લેવાયા હતા.
સીટબેલ્ટ નહીં બાંધનાર ને પણ રૂા. 500નો દંડ
226 કારચાલકો પાસેથી રૂા. 1.13 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. સીટબેલ્ટ નહીં બાંધનાર દરેક કારચાલકોને રૂા. 500નો દંડ ફટકારાયો.
કયા શહેરમાં કેટલો વસુલાયો દંડ
રાજકોટમાં 1.20 લાખ, સુરતમાં રૂા. 2.11 લાખ, તાપીમાં 19 હજાર, મોરબીમાં રૂ.63 હજાર, જૂનાગઢમાં 83 હજાર, જામનગરમાં 62 હજાર, બોટાદમાં 15 હજાર, ભાવનગરમાં 75 હજાર, કચ્છમાં 46 હજાર, સુરેન્દ્રનગરમાં 16 હજારના દંડ ફટકારાયા હતા જ્યારે ભરૂચમાં 44 હજારના મેમા વાહનચાલકોને અપાયા હતા.