અંબાજીના મેળામાં ગુજરાતના ST ડિપાર્ટમેન્ટને 1.86 કરોડની આવક થઈ
પાલનપુર :
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો વાજતે ગાજતે પૂરો થઈ ગયો છે ત્યારે આ મેળામાંથી પાલનપુર ST ડિપાર્ટમેન્ટને રૂા. 1.86 કરોડની આવક થઈ છે.
આ વર્ષે માતાજીને 8264 જેટલી ધજા ચઢાવવામાં આવી
મેળા દરમિયાન 12528 ટ્રીપમાં 4.35 લાખ મુસાફરોએ મુસાફરી કરી
આંકડા અને શબ્દો દેવીનું પ્રતિનિધિત્વ
ભાદરવી પૂનમનો મેળામાં ગુજરામાંથી અને ગુજરાત બહારથી શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. 50 શક્તિપીઠોમાનું અંબાજીનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક છે ત્યારે માત્ર પગપાળા જ નહીં પરંતુ લોકો વાહનોમાં પણ અંબાજી પહોંચે છે. પાલનપુર ડેપોને આ મહામેળા દરમિયાન રૂા. 1.86 કરોડની આવક થઈ છે.
કેટલી બસો એ કેટલા ફેરા માર્યા
7 ST ડેપોની 1287 બસની 12528 ટ્રીપ કરીને ભક્તોને મા અંબા સુધી અને પછી તેમના શહેર, ગામ કે વતન સુધી પાછા પહોંચાડ્યા હતા. મેળા દરમિયાન 12528 ટ્રીપમાં 4.35 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતુ.
23 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું હતું. જેમાં 23 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. તો વિશ્વના 25 દેશોમાં વસતા 7 લાખથી વધુ માઈ ભક્તોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ વર્ષે માતાજીને 8264 જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિરને 4.34 કરોડ જેટલી આવક થઈ છે.
અંબાજીનું મંદિર મૂર્તિપૂજાથી પણ પુરાણુ
અંબાજી મંદિર ગુજરાતમાં પૂજાતી દેવીનું મંદિર છે. તેનું મૂળ હજી પણ અજ્ઞાત છે. અંબાજી માતાનું મૂળ મંદિર, ગબ્બર, ટેકરીની ટોચ પર આવેલું છે. પ્રાચીન ગ્રંથો અનુસાર એક મૂળ શક્તિપીઠમાંનું એક પીઠ છે. જ્યારે દેવી અંબાનું હૃદય પૃથ્વી પર પડયું ત્યારે તેનો એક ટુકડો અહીં પડ્યો હતો. એક ત્રિકોણઆકારવાળું વિશ્વયંત્ર શ્રી કેન્દ્રમાં, આંકડા અને શબ્દો દેવીનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં કોઇ મૂર્તિ આવેલ નથી. જે મંદિરના પ્રાચીન હોવાની સાબિતી આપે છે. મૂર્તિ પૂજા બહુ પછીથી લોકપ્રિય થઇ હતી.