ખેલમહાકુંભ-૨૦૨૫ના ખેલાડીઓએ તા.૦૩ જાન્યુઆરી સુધીમાં રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રોકડ પુરસ્કાર માટે ફોર્મ જમા કરાવવાના રહેશે
ગાંધીનગર તા.૧૯ ડિસેમ્બર –
સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલમહાકુંભ-૨૦૨૫માં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન-સંચાલન કરવામાં આવ્યું હતું. ખેલમહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ઝોન/તાલુકાકક્ષા/મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનાં રોકડ-પુરસ્કાર ફોર્મ જમા કરાવવાના બાકી હોય તેવા ખેલાડીઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલમહાકુંભ-૨૦૨૫ રજિસ્ટ્રેશનની વિગત, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ તા.૦૩/૦૧/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાની રહેશે. ૦૩ જાન્યુઆરી બાદ રોકડ-પુરસ્કાર અંગેની માહિતી સ્વીકારવામાં આવશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ દ્વારા રાજ્યમાં સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, વિવિધ રમતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ આવી શાળા/ગ્રામ્ય/ઝોન/તાલુકા/જિલ્લા/મહાનગરપાલિકા અને પ્રદેશ રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો રાજ્ય સરકારનો ઉમદા આશય છે.

