સેક્ટર ૨૮ના સમર્પણ એજ્યુકેશન કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર યોજાયો
ગાંધીનગર તા.૨૦ ડિસેમ્બર –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સમર્પણ કોમર્સ અને સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સમર્પણ એજ્યુકેશન કેમ્પસ, સેક્ટર-૨૮ ખાતે ૧૯ ડિસેમ્બરના રોજ મેગા જોબ ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સેક્ટરની કુલ-૨૫ કંપનીઓ કુલ- ૪૩૫ જેટલી ખાલી પડેલ જગ્યાઓ માટે આવી હતી.
આ મેગા જોબફેરમાં કુલ-૪૦૫ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં કુલ-૩૮૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. કોલેજ તેમજ રોજગાર કચેરીના સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુપણે આયોજન જિલ્લા રોજગાર અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ આચાર્યશ્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં રોજગાર અધિકારીશ્રી એન.આર.શુક્લ, કોલેજના આચાર્યશ્રી રાજિ ડેનીસ, રોજગાર કચેરી અને કોલેજના સ્ટાફ તથા એન.સી.સી કેડેટના જયવીરસિંહ તેમના કેડેટ ટીમ સહિત બહોળી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

