ગાંધીનગર કચેરી ખાતે બૉમ્બ સ્કોડ દ્વારા સલામતી તપાસ
તારીખ 19/12/2025 ના રોજ સલામતીના ભાગરૂપે બૉમ્બ સ્કોડ (BDDS) દ્વારા કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે બૉમ્બ તપાસ કામગીરી કરવામાં આવી હતી. આ તપાસ કામગીરી કલેક્ટરશ્રી મેહુલ.કે.દવે, શ્રી એન. આર. શર્મા (આર.એ.સી.) તથા શ્રી આર. જી. પ્રજાપતિ (ડિઝાસ્ટર મામલતદારશ્રી) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. બૉમ્બ સ્કોડ (BDDS) તરફથી શ્રી ધર્મેન્દ્રભાઈ (પીએસઆઈ – BDDS) સહિત ૪ કોન્સ્ટેબલ, ડોગ હેન્ડલર, બોમ્બ શોધી કુતરો (બેલ્જિયમ) સાથે ટીમ ઉપસ્થિત રહી હતી. આ સાથે ડી.પી.ઓ મૌલિક. પી. પંડ્યા , નાયબ મામલતદાર ભાવનાબેન શુક્લા તથા નાયબ મામલતદાર અશ્વિન રબારી હાજરીમાં સમગ્ર કલેક્ટર કચેરીમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

