પોલીસ ઇન્સ્પેકટરના હસ્તે નિયમિત રક્તદાતા શિક્ષકને પ્રમાણપત્ર
નિયમિત દરવર્ષની જેમ આ વર્ષે પણ દહેગામની અહમદપુરા પ્રા. શાળા પીએમ શ્રી સ્કૂલમાં નિયમિત રક્તદાન શિબિર યોજાઈ જેમાં દહેગામ પોલીસ ઇન્સ્પેકટર(P.I) શ્રી એમ. એન.દેસાઈ સાહેબના વરદહસ્તે રામાજીનાછાપરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ધર્મેશ ગજ્જરને રક્તદાતા પ્રમાણપત્ર સાથે શુભેચ્છાઓ આપવામાં આવી. સાથેસાથે અહમદપુરા પ્રા. શાળાના આચાર્યશ્રી હસમુખ પટેલ, HTat આચાર્ય સંઘના જિલ્લા પ્રમુખશ્રી ડૉ. સુરેશભારતી ગોસ્વામી અને મહામંત્રીશ્રી ભરત ડામોર, HTat આચાર્ય સંઘના તાલુકા પ્રમુખશ્રી ભરત પ્રજાપતી તેમજ શાળા, ગ્રામજનોએ અનેકવાર નિયમિત રક્તદાન બદલ શુભેચ્છાઓ પાઠવી.

