ગાંધીનગર

સંસ્કૃતિ સંસ્થા દ્વારા મા આદ્યશક્તિના આગમન અવસરે ૨૮મી સપ્ટેમ્બરે ‘‘યા દેવી સર્વભૂતેષુ’’ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર :
નવલી નવરાત્રી મા જગદંબાની આરાધનાનો અણમોલ અવસર આગામી તારીખ ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૯થી શરૂ થશે. મા આદ્યશક્તિને વધાવવા ‘‘યા દેવી સર્વભૂતેષુ’’ કાર્યક્રમ તારીખ ૨૮મી સપ્ટેમ્બરે યોજાશે તેમ સંસ્કૃતિ સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા જણાવાયું છે.
ટાઉન હોલ, ગાંધીનગર ખાતે શનિવારના રોજ રાત્રે ૯.૧૫ કલાકે યોજાનાર આ સમારોહમાં દીપ પ્રાગટ્ય અને આરતીમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નાજાભાઇ ઘાંઘર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, વિકાસ કમિશનર શ્રી એમ.જે ઠક્કર, શ્રીમતી વર્ષાબેન ઠક્કર ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહાં, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજ ભટ્ટ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી જે.એમ ભટ્ટ, મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા, ગાંધીનગર શહેર વસાહત મહામંડળના અધ્યક્ષ શ્રી અરૂણ બુચ અને સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિત વ્યાસ સહિત અન્ય મહાનુભાવો સહભાગી બનશે.
‘‘સંસ્કૃતિ સંસ્થા’’, ગુજરાત સંગીત નાટક અકાદમી અને જિલ્લા રમતગમત અધિકારી ગાંધીનગર દ્વારા આયોજિત આ ‘‘યા દેવી સર્વભૂતેષુ’’ કાર્યક્રમમાં રાજકોટની રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આઈ.સી.સી.આર. માન્ય આંતરરાષ્ટ્રીય કલા સંસ્થા ‘‘કંકણ’’ દ્વારા કલાકૃતિઓ રજૂ કરાશે. જેમાં દુર્ગા સ્તુતિ, શક્તિ સ્વરૂપા (નવ દીવી+ચીર્મી ગરબો), ઘંટારવ, કરતાલ, ટિપ્પણી, સંપાખરું-ધુપેડિયા (માતાજી મોહરા ગરબો), મહેંદી તે વાવી (રાસડો), પ્રાચીન રાસડો, વીંઝણો, રૂમાલ-છત્રી, મટુકી, ઘડો-બેડાં, ડાંડિયા જેવી વિવિધ કલાકૃતિઓનું રસપાન કરાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *