ગાંધીનગર

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સે-૨૬ દ્વારા શનિવારના રોજ સર્વપિત્રી અમાવસ્યા દિવસે વિષ્ણુ-પૂજા-પિતૃતર્પણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર :
ગાંધીનગરના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેક્ટર-૨૬ દ્વારા શનિવારના રોજ સર્વપિત્રી અમાવસ્યા દિવસે વિષ્ણુ-પૂજા-પિતૃતર્પણ કાર્યક્રમ સેકટર – ૨૭ના રંગમંચ ખાતે સવારના ૭.૩૦ થી ૯.૦૦ કલાકે શ્રી ભરતભાઈ રાવલના આચાર્ય પદે યોજાવા જઇ રહ્યો છે. સેક્ટર- ૨૬ ના કારોબારી સભ્યો તથા સલાહકાર સમિતિ દ્વારા સેક્ટર-૨૫-૨૬-૨૭ના સૌ બ્રહ્મબંધુઓને ભાગ લેવા માટે વિનંતી કરવામાં આવે છે. કાર્યક્રમ માટે ઇચ્છિત બ્રહ્મબંધુઓએ સ્વ.માતા-પિતા તથા સ્વજનનો ફોટો, પંચપાત્ર, થાળી-વાટકી-ચમચી, પાણીનો લોટો, નેપકીન સાથે લાવવાનું રહેશે. તા.૨૬/૦૯/૨૦૧૯, ગુરૂવાર સુધીમાં દિનેશભાઇ જાની- 9687623677, ડૉ. દિવ્યેશ શાસ્ત્રી- 9426420259, રાજન ત્રિવેદી- 7874683126 નો સંપર્ક કરી નામ નોંધાવી લેવાનુ રહેશે. આ કાર્યક્રમ બિલકુલ નિ:શુક્લ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x