ગુજરાત

બસો ના રૂટ પર ના ચાલવાથી વિદ્યાર્થીને થતી અસુવિધા સામે વિદ્યાર્થીઓ ટ્વીટ કરી GSRTC ને જાણ કરી

ગીર-સોમનાથ :

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં બસો સરખા રૂટ પર ના ચાલતી હોવાથી ત્યાંના વિદ્યાર્થીઓને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ આજના સોશિયલ મીડિયા ના જમાનામાં ટ્વીટ કરી GSRTC ને જાણ કરવાનો એક પ્રયત્ન કર્યો છે. બસોના ટાઈમ પર ના આવવાથી તેમજ રૂટ કાપી નાખવાથી નજીકની કોલેજોમાં અપ-ડાઉન કરતાં વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે આ બાબતની લેખીતમાં અરજી કરી તેમાં પોતાની સાઇન કરી તે લેટર Twitter પર પોસ્ટ કરિયો છે. લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓએ આ લેટર પર સાઇન કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x