ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત કોંગ્રેસના રોહન ગુપ્તાને સોંપી જવાબદારી: સોશ્યલ મીડિયા વિભાગના અધ્યક્ષ બનાવ્યા

નવી દિલ્હી:

ગુજરાત કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તાને ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રોહન ગુપ્તા કૉંગ્રેસ પાર્ટીના સદસ્ય છે. રોહન ગુપ્તા 2016થી કૉંગ્રેસમાં મીડિયા પેનલિસ્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. રોહન ગુપ્તા ગુજરાત કૉંગ્રેસ આઈટી સેલના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. રોહન ગુપ્તા અમદાવાદના રહેવાસી છે. તેમણે વર્ષ 1998 માં કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે પૂનાની સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યૂનિવ4સિટીમાંથી વર્ષ 2000માં બિઝનેસ એડમિનિસ્ટ્રેસનની ડિગ્રી મેળવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *