તેજસ ટ્રેનના ખાનગીકરણ સામે રેલવે કર્મીઓનું વિરોધ પ્રદર્શન
અમદાવાદ:
પશ્ર્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ-મુંબઈની નવી શરૂ થયેલી તેજસ ટ્રેનનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયું છે. એથી પશ્ર્ચિમ રેલવેના કર્મચારી યુનિયન દ્વારા આ ખાનગીકરણ સામે વડોદરા રેલવે સ્ટેશન પર દેખાવ કરી ‘રેલવે મિનિસ્ટર હોશ મેં આઓ’ અને ‘ભારત સરકાર હોશ મેં આઓે’ના નારા સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેજસ એક્સપ્રેસ દેશની પહેલી ખાનગી ધોરણે ચાલતી રેલવે હશે. આ કર્મચારીઓની માગ છે કે, તેજસ એક્સપ્રેસ ટ્રેનનું ખાનગીકરણ ન થવું જોઈએ. ૧૦૦ દિવસના અજેન્ડાને આગળ વધારતા શરૂઆતના ધોરણે બે ટ્રેનને ખાનગી ધોરણે ચલાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. કેન્દ્રે તમામ વિરોધ વચ્ચે રેલવેનું ખાનગીકરણ કરવા માટે પગલું ભર્યું છે. દેશભરમાં રેલવે સ્ટેશન પર વિરોધ કરવામાં આવી રહ્યો હતો.