ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વે બહેનો એ ભાઈઓ ને બાંધી રાખડી
ભાવનગર,
આજે રક્ષાબંધન ના પર્વે જેલ માં રહેલા કેદીઓ ને પણ તેની સગી બહેનો રાખડી બાંધી શકે તે માટે ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી .જિલ્લા જેલ પ્રશાસન દ્વારા આ પર્વે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેમાં બહેનો એ પોતાના ભાઈ ના હાથે રાખડી બાંધી ને આ પર્વની ઉજવણી કરી હતી .જાણતા કે અજાણતા થયેલા ગુનાઓ ના કારણે અનેક લોકો જેલ માં રહી ને સજા ભોગવી રહ્યા છે.પરંતુ તેમણે પણ તહેવારો ની ઉજવણી કરવા મળે તેવી વ્યવસ્થા જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રક્ષાબંધન ના પર્વે ભાવનગર જિલ્લા જેલ માં સજા ભોગવતા કેદીઓ ને તેમની બહેનો રાખડી બાંધી શકે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજે રક્ષાબંધન ના પર્વે જિલ્લા જેલમાં અનેક બહેનો પોતાના ભાઈઓ ને રાખડી બાંધવા આવી પહોચી હતી.ચોક્કસ ભાઈઓ ને વારંવાર મળી ના શકતું હોય અને જેલ માં હોય ત્યારે બહેનો ની આંખો પણ અશ્રુથી ભરાઈ આવી હતી અને પોતાના ભાઈ ને કુમ કુમ નું તિલક કરી રાખડી બાંધી હતી.આ તકે અનેક ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા .જ્યારે જે બહેનો પોતાના ભાઈ માટે રક્ષાબંધન પર્વે રાખડી કે કોઈ બીજી વસ્તુઓ લાવી શકી ના હોય તેની ખાસ વ્યવસ્થા જેલ તરફ થી કરવામાં આવી હતી.આજે જિલ્લા જેલ માં બહેનો પોતાના ભાઈઓ ને રાખડી બાંધવા આવી પહોચી હતી જેમાં રાખડી બાંધતા સમયે બહેનો પોતાના ભાઈઓ ને જોઈ ને રડી પડી હતી તો અનેક બહેનો પોતાના નાના ભૂલકાઓ સાથે પણ આવી હતી.જ્યારે ભાઈઓ પણ તેની બહેનો અને ભાણીયાઓને જોઈને ભાવવિભોર બન્યા