સાક્ષીની જીતબાદ રોહતકમાં ઉજવણી, હરિયાણા સરકાર આપશે ૨.૫ કરોડ સાથે નોકરી..
રિયો ઓલમ્પિકમાં દેશ માટે હરિયાણાની બેટીએ પહેલો પદક અપાવ્યો. એમ જ તેના પરિવારજનોએ એકબીજાને ગળે મળીને અભિનંદન આપ્યા હતા તો બીજી બાજુએ ખેલ પ્રેમીઓએ રાત્રે શહેરમાં આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી. હરિયાણા સરકારે સાક્ષીને ૨.૫ કરોડ રૂપિયાનું ઇનામ સાથે નોકરી આપવાનું જાહેર કર્યું.દેશ માટે એક દિવસમાં પાંચ બાઉટ રમીને મેડલ જીતનારી મહિલા પહેલવાન સાક્ષીના ઘરનો માહોલ જોવા લાયક હતો. તેના ઘરે મા એ બુધવારે સવારે પૂજા કરી હતી. હરિયાણાના રોહતકના સેક્ટર ત્રણ સ્થિત મકાન નંબર ૪૫માં સાંજ થતા જ સગા સંબંધીઓનો જમાવડો ભેગો થઇ ગયો હતો. સાક્ષીના માં સુદેશ મલિક જોડે દિલ્હીથી કાકી રાજ, મોકરાથી ભાભી સુષ્મા, માસી કવિતા અને ભાઈ સચિને મેચ જોઈ હતી.
કુશ્તીના દરેક દાવ પછી ઘરવાળાના મોઢાના રંગ બદલાઈ જતા હતા, બે રાઉન્ડની ખુશી ત્રીજા રાઉન્ડમાં નિરાશામાં બદલાઈ ગઈ પણ પછી કાંસ્ય પદક માટેની પહેલી કુશ્તીમાં જીત થવાથી ફરી ઉમ્મીદ બંધાઈ ગઈ. ગુરુવારે સવારે ૨-૪૦ વાગે સાક્ષીએ કર્ગીસ્તાનની રેસલરને 5 ના મુકાબલામાં 8 અંકોથી હરાવી દીધી, આ સાથે ફક્ત રોહતકમાં નહિ પણ પુરા દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું. સાક્ષીના પિતા સુખબીર માલિકનું કહેવું છે કે સાક્ષીએ બહુ નાની ઉમરમાં સબ જુનીઅર એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો. કોમનવેલ્થ માં સિલ્વર મેડલ જીત્યો.
આ તેનો પહેલો ઓલમ્પિક છે અને તેણે દેશમાટે મેડલ જીતીને મારું ર્હદય ગર્વથી ફૂલી ગયું છે. તેમણે કહ્યું કે પોતાની માનતા મુજબ ઋષિકેશથી નીલકંઠ સુધી ચાલીને જઈશ. બેટીને મોખરા ગામથી લઈને રોહતક સેક્ટર-૩ સુધી જોરદાર સ્વાગત કરવામાં આવશે. પિતાએ કહ્યું કે સાક્ષીએ રિયો જતા પહેલા ગુડ્ગાવથી એક લાખની ઘડિયાળ પસંદ કરી હતી અને જીત્ય પછી ગીફ્ટમા માંગી હતી ૩ સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ છે એટલે તેને એ ઘડિયાળ ગીફ્ટ કરીશ.
ઓલમ્પિકમાં જીત બાદ ઉત્તર રેલવેએ ઇનામમાં ૫૦ લાખ રૂપિયા અને પ્રમોશન, ઇન્ડિયન ઓલિમ્પિક ફેડરેશને ૨૦ લાખ રૂપિયા, બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ૧.૦૧ લાખ રૂપિયા અને JSW સિમેન્ટે ૧૫ લાખ રૂપિયા ઇનામમાં આપવાનું એલાન કર્યુ છે.