Making Doctors Organization ધ્વારા ૨૦૧૯ માં વિદેશમાં MBBS અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરાયું.
ગાંધીનગર :
Making Doctors Organization ધ્વારા, ૨૦૧૯ માં વિદેશ માં MBBS અભ્યાસ માટે જનારા ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ માટે તથા વાલીઓ માટે શુભેચ્છા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વિદ્યાર્થીઓને સંબોધતા મેમ્બર ઓફ પાર્લામેંટ અને નેશનલ હેલ્થ કમિટીના સદસ્ય ડૉ. મહેન્દ્ર મુંજાપરા એ જણાવ્યું કે, “રાષ્ટ્ર માટે સેવાભાવી તબીબોની હરહમેંશ જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ આ અંગે નવી આરોગ્યનીતિ બનાવીને આ દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ કદમ ઉઠાવેલું છે. વિશ્વના કોઈ પણ ખૂણે ભણવા જનારા ગુજરાતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ૧૫ લાખની સહાય પણ એક આશીર્વાદ રૂપ છે. તબીબી વિદ્યાર્થીઓને હૈયા ધારણ આપતા ડૉ. મુંજાપરા સાહેબે જણાવ્યું હતું કે વિદેશમાં જ્યારે અને જ્યાં મારા વિદ્યાર્થીઓને જરૂર પડે ત્યાં અને ત્યારે ભારતની સરકાર હમેશા સકારાત્મક મદદ માટે તત્પર રહેશે.
આ સંસ્થાના સ્થાપક અને ડાઇરેક્ટર શ્રી ઉમંગ પટેલએ વિદેશમાં MBBS માટે જનારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી “Pre-Medical Orientation” ના સર્ટિફિકેટ નું વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે ૩૦૦ થી વધારે વાલીઓ તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.