10 વર્ષ બાદ ફરી વસતી ગણતરી, ગુજરાતમાં પ્રથમવાર થશે આ ટેક્નોલોજીનો ઉપયોગ
ગાંધીનગર :
વસ્તી ગણતરી માટે રાજ્યમાં પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીની કામગીરી મે-જૂન ૨૦૨૦થી શરૂ થશે. વસ્તી ગણતરી પ્રક્રિયા સપ્ટેમ્બર- ૨૦૨૦ સુધી ચાલશે.
રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં કામગીરી હાથ ધરાશે. ભારતની વસ્તી ગણતરી વર્ષ ૨૦૨૧માં કરાશે. વસ્તી ગણતરી ૨૦૨૧એ ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.
વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રક(NPR)ની માહિતી મેળવાશે. વસ્તી ગણતરીની માહિતી ઝડપથી મળે તે માટે કામગીરીનું સંચાલન અને દેખરેખ સેન્સેસ ૨૦૨૧ના CMMS પોર્ટલ દ્વારા કરાશે