હરેન પંડ્યા હત્યા કેસ: કોર્ટે પુનઃવિચાર અરજીઓ ફગાવી, 10 દોષીઓ ની સજા યથાવત
નવી દિલ્હી
હરેન પંડ્યા હત્યા કેસ માં સુપ્રીમ કોર્ટ એ દોષિયોને મોટો ઝટકો આપ્યો છે. દોશિતોની પુનર્વિચાર અરજીઓ ને સર્વોચ્ચ ન્યાયાલયે ફગાવી દીધી છે. દોષિતો તરફથી આ અરજીઓ 5 જુલાઈ 2019ના રોજ કરવામાં આવી હતી. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની કેટલાક લોકોએ વર્ષ 2003માં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દરમિયાન તપાસમાં દોષી પુરવાર થયેલા 12 પૈકી 10 દોષિતોએ પુનર્વિચાર અરજીઓ દાખલ કરી હતી.
જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી. બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે, અમે પુનર્વિચાર અરજીઓને જોઈ અને અમે માનીએ છીએ કે જે આદેશની સમીક્ષાની અપીલ કરવામાં આવી હતી તેમાં કોઈ પ્રકારની ભૂલ નથી જેના કારણે પુનર્વિચાર કરવામાં આવે. તેથી પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવે છે.