ગાંધીનગર

ડી માર્ટ સ્ટોર ગિફ્ટ સિટી ખાતે તા.૨૩ ઓક્ટોબરના યોજાશે રોજગાર ભરતીમેળો

ગાંધીનગર તા.૨૧ ઓક્ટોબર –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૩/૧૦/૨૦૨૬નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડીમાર્ટ, STT ગ્લોબલ ડેટા સેન્ટરની સામે, જ્ઞાન માર્ગ, ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતા દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસની લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ ભરતીમેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JF413413030 છે.આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, ઉમેદવારોએ ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *