શામળાજી મંદિર પરિસરમાં દિવ્યાંગ ભાઈ બહેનોનાં ગરબાનું આયોજન સંપન્ન
શનિવારે સવારે શામળાજી મંદિર પરિસરમાં અરવલ્લી જિલ્લા ફીઝીકલી હેન્ડીકેપ સંસ્થા, બુટાલ દ્વારા દિવ્યાંગજનો નાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં એકસો ત્રીસ ઉપરાંત દિવ્યાંગ ભાઈ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ગુજરાત ગ્રામીણ બેન્કનાં નિવૃત્ત મેનેજર પ્રદીપ સોલંકી તથા મનિષા જોષી દ્વારા ઉપસ્થિત તમામ દિવ્યાંગજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ રિસર્ચ, ગાંધીનગર નાં વિદ્યાર્થીની સુરતનાં દિવ્યા શુકલા તથા વલસાડનાં માનસી ટંડેલે ઉપસ્થિત રહીને દિવ્યાંગ ગરબા રસિકોને પ્રોત્સાહિત કર્યા હતાં.શામળાજી મંદિર ટ્રસ્ટ તથા મંદિરના મેનેજર દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનોની સગવડતા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.સદર કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના માનદ મંત્રી વિનોદચંદ્ર ,પ્રમુખ કરશનભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રકાશભાઈ જોષી,મેહુલભાઈ પટેલ,પ્રવિણભાઈ પરમાર અને શામળાજીનાં સંજયભાઈ પ્રજાપતિ સહિતના હોદ્દેદારોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

