રાષ્ટ્રીય

અમે નહિં તો કોઇ નહી”નાં ફોર્મ્યુલા થી મહારાષ્ટ્ર સરકાર ગઠન પહેલાં જ વિધાનસભા થશે ભંગ….?

ગાંધીનગર

ગાંધીનગરગાંધીનગરGARમહારાષ્ટ્ર સરકાર ગઠન ને લઈને બધી અટકળો ને વિરામ આપી હવે મહારાષ્ટ્ર માં શિવસેના-NCP  અને કોંગ્રસ મળી ને સરકાર બનાવશે એવી ખબર મળી રહી છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે શિવસેના ના વિધાયકો સુપ્રીમો ઉદ્ભવ ઠાકરે ને મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ગઠબંધન વાળી મહારાષ્ટ્ર સરકાર બનાવવા આવતીકાલે શનિવારે ત્રણેય પક્ષના નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને નવી સરકાર રચવા માટે જરૂરી તમામ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવાના પૂરાવા આપીને તેમને સરકાર રચવાનું આમંત્રણ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

જો કે એક માહિતી એવી ચર્ચાઇ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો સાથ છોડ્યા બાદ પીડીપીના મેહબુબાએ બીજા પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરતાં વિધાનસભા જ ભંગ કરી દેવામાં આવી તેમ મહારાષ્ટ્રમાં તો નહીં થાય ને…? એનડીએ સરકાર દ્વારા મૂકાયેલા રાજ્યપાલે એનસીપીને સરકાર રચવા આપેલો સમય પૂરો થાય તે પહેલાં જ રાષ્ટ્રપતિ શાસન લાદીને સૌને લટકતા રાખ્યા તેમ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ, નવી ગઠબંધનવાળી સરકાર લાંબી નહીં ચાલે, સ્થિરતા આપી શકે તેમ નથી…તેવા કારણો આપીને વિધાનસભા ભંગ કરી નાંખે તેવી અટકળો વહેતી થઇ છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે શિવસેનાથી ભારે નારાજ ભાજપના નેતાઓ રાજ્યપાલ દ્વારા આવુ પગલુ ભરાવે તો નવાઇ નહીં….!
રાજકિય સૂત્રોએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે સરકાર બનાવી હતી. જો કે તે લાંબી ના ચાલી. ભાજપે પીડીપી સાથે સરકાર બનાવીને કાશ્મીર ખીણ પ્રદેશમાં પગપેસારો કરવામાં સફળતા મેળવી હતી અને ત્યારબાદ સરકાર પડી ભાંગી હતી. પીડીપીએ ભાજપ સરકારમાંથી નિકળી ગયા બાદ ફારૂખ અબ્દુલ્લા અને અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. જો કે એનડીએના રાજ્યપાલ સત્યપાલ મલિકે તરત જ વિધાનસભા ભંગ કરી નાંખી હતી. પરિણામે પીડીપી કે અન્ય પક્ષો ભાજપ સિવાય સરકાર રચી શક્યા નહોતા.
મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપે અમારી સાથે દગો કર્યો કહીને સતત આરોપોનો મારો ચલાવીને ભાજપ વિરોધી પક્ષો સાથે મળીને ભાજપની છાતી પર સરકાર બનાવવાના કરેલા પ્રયાસોને નિષ્ફળ બનાવીને પોતાની ચાણક્યનીતિ બતાવવા માટે ભાજપ પાસે વિધાનસભા ભંગ કરાવ્યાં સિવાય બીજો કોઇ તાકીદનો રસ્તો નથી. જો એકવાર સરકાર બની ગઇ તો તેને તોડવા માટે કર્ણાટકની જેમ કરવું પડે અને સરકારને લઘુમતિમાં મૂકવા માટે શિવસેના કે એનસીપી કે કોંગ્રેસના ધારાસભ્યો પાસેથી રાજીનામા અપાવવા પડે. અને તો જ સરકાર ગબડે. પરંતુ તે માટે શિવસેનાને નવી સરકાર રચવા દેવી પડે અને જો શિવસેનાના સીએમ થાય તો ભાજપને ત્યારબાદ વિપક્ષમાં બેસવુ પડે.
સૂત્રોએ કહ્યું કે તેના કરતાં સારો ઉપાય વિધાનસભા ભંગ કરીને સૌને લટકતા રાખવા અને ભાજપને અનુકૂળ હોય ત્યારે ફરી ચૂંટણીઓ આપવી એવી એક ફોર્મ્યુલા ચાલી રહી હોય તો પણ નવાઇ નહીં.(GNS)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x