ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

નબળા ભાજપા શાસકો ને સબળા અને સબળા કૉંગ્રેસ નેતાઓને નબળા બતાવનાર પુસ્તક પાછું ખેંચવા ઉઠી માંગ

ગાંધીનગર

તાજેતરમાં જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતની રાજકીય ગાથા’ નામના પુસ્તકમાં રાજ્યમાં કોંગ્રેસના શાસનને ઉતરતું ચિતરવામાં આવ્યું છે. આથી નારાજ થઈને ગુજરાત કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે કે જો આ પુસ્તક પરત ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ તેની સામે કોર્ટમાં જશે.
ગુજરાત કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યું કે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના કોંગ્રેસના શાસનમાં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે સંશોધન અને સસ્તા પુસ્તક અપાવવાનો હતો. જોકે આજે ભાજપના શાસકો દ્વારા બોર્ડનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રચાર-પ્રસાર કરવા બોર્ડનો ઉપયોગ કરે છે. બોર્ડના ઉપાધ્યક્ષ ભાવના દવે દ્વારા સંપાદિત અને બોર્ડ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં તોડી મરોડી ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, પુસ્તકમાં ભાજપના નબળા શાસકોને સબળા તો તેની સામે કોંગ્રેસના સશકોને નબળા બતવવાનો પ્રયાસ કરાયો છે. કોર્ટના ચુકાદા અને ઇતિહાસને તોડી મરોડી રજુ કરાયા, આથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સંપાદકે જે વિષયો કોર્ટના ચુકાદાઓ આધારિત છે, તેમાં પણ પોતાની માનઘડંત વાતો રજુ કરી છે. પુસ્તકનું લખાણ વસ્તવિકતાથી વિરુદ્ધ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x