મહારાષ્ટ્રની જનતા ભાજપ અને અજીત પવારને પાઠ ભણાવશે: સંજય રાઉત
મુંબઈ
મહારાષ્ટ્ર માં રાતો રાત મોટો રાજનીતિક ખેલ રમાઈ ગયો. મહારાષ્ટ્ર નાં રાજનીતિક ઘટના ક્રમ થી સૌ કોઈ ચોકી ગયું છે. મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે અને નાયબ મુખ્યમંત્રી તરીકે NCP નેતા અજીત પવારે શપથ ગ્રહણ કર્યા. મહારાષ્ટ્રમાં બીજેપી-એનસીપીનાં ચોંકાવનારા ઉલટફેર બાદ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, આનાથી શરદ પવારને કંઇ લેવા-દેવા નથી. અજિત પવારે શરદ પવાર અને મહારાષ્ટ્રની જનતાની સાથે દગો કર્યો છે. તેમણે આગળ કહ્યું કે, જેલ જવાથી બચવા માટે અજિત પવારે બીજેપી સાથે હાથ મિલાવી લીધા છે અને બીજેપી સરકાર બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ભાજપ અને અજીત પાવર ને મહારાષ્ટ્રની જનતા પાઠ ભણાવશે.
સંજય રાઉતે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ‘પાપનાં સોદાગર’ ટ્વિટ કરતા બીજેપી અને અજિત પવાર પર પ્રહાર કર્યા છે. મહારાષ્ટ્રમાં રાતોરાત થયેલા ખેલ બાદ મીડિયાની સામે આવીને સંજય રાઉતે કહ્યું કે, લોકોને આમંત્રિત કરીને કેમ શપથ ના લીધા. તમે પાપ કર્યું છે, ચોરી કરી છે, મહારાષ્ટ્રની જનતાને દગો કર્યો છે. આની કિંમત ચુકવવી પડશે.
સંજય રાઉતે કહ્યું કે, સત્તા માટે ભત્રીજાએ કાકાને દગો આપ્યો.” સંજય રાઉતે આગળ કહ્યું કે, ઉદ્ધવ અને પવાર મળવાના છે. એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે. આ ઉંમરે શરદ પવાર જેવા મોટા નેતાને દગો આપવાનો પ્રયત્ન થયો છે. આ વાત મહારાષ્ટ્રને હજમ નહીં થાય. જે રીતે આ બધું થયું છે પડદા પાછળ, પૈસાનો દુરઉપયોગ કરીને, જનતા આ પાપને ઠોકર માર્યા વગર નહીં રહે.
સંજય રાઉતે કહ્યું કે, આંખો ખુલ્યા પહેલા પાપ નષ્ટ થશે. શિવસેના પ્રવક્તાએ કહ્યું કે, અજિતની શું પ્રતિક્રિયા છે મને ખબર નથી, ના બોલાવાની જરૂર છે. ગઇકાલે 9 વાગ્યા સુધી આ મહાશય અમારી સાથે બઠા હતા, આખી વાતમાં સામેલ હતા. અચાનક ગાયબ થયા, મને એજ સમયે શંકા ગઈ હતી. તેઓ નજરથી નજર મેળવીને નહોતા બોલી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જાય છે તેની નજર ઝપકેલી હોય છે, તેવી ઝુકેલી નજરોથી વાત કરી રહ્યા હતા.