ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકાર ખેડૂતો માટે આજે કરી શકે છે બીજા રાહત પેકેજની જાહેરાત,  નાયબ મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરશે.

ગાંધીનગર :

થોડા દિવસો અગાઉ ખેડૂતો માટે રાહત પેકેજની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેમાં સરકારે ખેડૂતો માટે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ આ રકમ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર પાક વીમાની રકમ સિવાય અન્ય સહાય પણ કરશે. ત્યારે આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા થઇ શકે છે.

આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ટૂંક સમયમાં સહાયપાત્ર રકમ ખેડૂતોને ચૂકવામાં આવશે. 33 ટકા કરતા વધારે નુકસાન થયું હશે તેમને આ સહાય મળશે. 2 લાખથી વધુ ખેડૂતોને આ વિશેષ સહાય મળશે. પાક વીમા યોજના અંતર્ગત હાલ સર્વે ચાલી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x