રાષ્ટ્રીય

ઘરમાં ઘૂસીને એક્ટ્રેસ-મૉડેલ સાથે દુષ્કર્મ કરનાર પંદર વર્ષનો કિશોર હિરાસત માં

મુંબઈ

એક્ટ્રેસ-મૉડેલના ઘરમાં ઘૂસીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના જોગેશ્ર્વરી વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી. ઓશિવરા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને પંદર વર્ષના કિશોરને ઝડપી પાડ્યો હતો. કિશોરને બાદમાં ડોંગરીના બાળસુધારગૃહમાં પાઠવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

જોગેશ્ર્વરીના પૉશ એપાર્ટમેન્ટમાં રહેતી ફરિયાદી એક્ટ્રેસ-મૉડેલનો પતિ કોલકાતાનો વતની હોઇ તે બેંગલોરની ખાનગી કંપનીમાં કામ કરે છે. મુંબઈ આવેલો પતિ ૨૧ નવેમ્બરે પાછો બેંગલોર જવા રવાના થયો હતો. એ દિવસે ફરિયાદી ઘરમાં એકલી હતી ત્યારે ડોરબેલ વાગી હતી. તેણે દરવાજો ખોલતાં કિશોર નજરે પડ્યો હતો. હાઉસકીપિંગનું કામ કરતો હોવાથી કચરો લેવા આવ્યો હોવાનું કિશોરે ફરિયાદીને કહ્યું હતું. જોકે કચરો ન હોવાનું કહીને ફરિયાદીએ દરવાજો બંધ કરી દેતા કિશોરે ફરી ડોરબેલ વગાડી હતી. ફરિયાદીએ દરવાજો ખોલતાં કિશોર જબરજસ્તી ઘરમાં ઘૂસી આવ્યો હતો અને અશ્ર્લીલ શબ્દો ઉચ્ચાર્યા હતા. તારા કેટલાક અશ્ર્લીલ વીડિયો મારા મોબાઇલમાં હોવાનું કિશોરે ફરિયાદીને કહ્યું હતું. ત્યાર બાદ સહકાર નહીં આપે તો અશ્ર્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી કિશોરે આપીને ગાળો ભાંડી અને તેની મારપીટ કરી હતી. ફરિયાદીને ખેંચીને બેડરૂમમાં લઇ જવાઇ હતી, જ્યાં તેની સાથે અશ્ર્લીલ વર્તન કરાયું હતું. બૂમાબૂમ કરશે તો ઇમારતમાંથી નીચે ફેંકી દેવાની ધમકી આપ્યા બાદ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરાયું હતું. ફરિયાદી રડવા લાગતાં કિશોર તેને સમજાવવા લાગ્યો હતો અને બાદમાં પાણી લેવા કિચનમાં જતાં ફરિયાદીએ બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ઘટનાની જાણ તેના પતિને કરી હતી. દરમિયાન પોલીસને બનાવની જાણ કરાતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x