ગાંધીનગરગુજરાત

યુવા ભાજપ ના સહપ્રભારી રવિ પટેલ BSCની પરીક્ષા માં ચોરી કરતા ઝડપાયો

મોડાસા

ગુજરાત ભારતીય યુવા મોરચો ગમે તે ને ગમે તે કારણોસર સતત વિવાદમાં રહેતા યુવા મોરચાના પગલે ભાજપે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડતું હોય છે.ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા અત્યારે  તેની સંલગ્ન કોલેજોમાં વિવિધ પ્રવાહની અલગ – અલગ સેમની પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે શુક્રવારે હિંમતનગરની સાયન્સ કોલેજમાં સેમ ૬ની એટીકેટીની પરીક્ષા આપી રહેલ સાબરકાંઠા પાસના પૂર્વ કન્વીનર અને હાલ યુવા ભાજપના ગાંધીનગરના સહપ્રભારીની જવાબદારી વહન કરી રહેલા કેમેસ્ટ્રીની પરીક્ષા આપી રહેલ રવિ પટેલ પટેલના ખિસ્સામાંથી કાપલી મળી આવતા ભારે ચકચાર મચી હતી. રવિ પટેલે અઠંગ રાજકારણીના જેમ ખિસ્સામાંથી કાપલી મળી હોવા છતાં તેને તેમાં જોઈ લખ્યું નથી અને ફસાવવામાં આવ્યો હોવાનો રાગ આલાપ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, હિંમતનગરની સાયન્સ કોલેજમાં છેલ્લા કેટલાંક દિવસોથી બીએસસીના સેમ – ૬ ની પરીક્ષા લેવાઈ રહી છે.

દરમ્યાન શુક્રવારે બીએસસીના સેમ – ૬માં કેમીસ્ટ્રીનું પેપર હતુ . જેમાં આ કેન્દ્ર પરથી અંદાજે ૬ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા . જોકે પરીક્ષામાં  કોઈ પરીક્ષાર્થી કોપી ન કરે તેની તકેદારી રાખવા માટે ઉત્તર ગુજરાત યુનિ . એ સ્કોર્ડના સભ્ય તરીકેની જવાબદારી પ્રોફેસર બાબુભાઈ પટેલને આપી હતી . દરમ્યાન શુક્રવારે લેવાયેલી એટીકેટીની પરીક્ષાના કેમીસ્ટ્રીના પેપરમાં સુપરવાઈઝર તરીકે પ્રો . એન . એમ પરમાર મુકાયા હતા . આ પેપરનો સમય બપોરે ૧૧ . ૩૦ થી ૨ . ૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો .

જ્યાં છ પરીક્ષાર્થીઓ પેપર લખી રહ્યા હતા દરમ્યાન સુપરવાઈઝરને પરીક્ષા આપી રહેલ સાબરકાંઠા પાસના પૂર્વ કન્વીનર અને હાલ યુવા ભાજ૫ પાંખના ગાંધીનગર વિભાગના પ્રભારી એવા રવિ પટેલ પર શક જતા તેમણે રવિ પટેલ પાસે આવી ખિસ્સા તપાસ્યા હતા . જ્યાં રવિ પટેલના ખિસ્સામાંથી કાપલી મળી આવી હતી . જેને લઈને સુપરવાઈઝર વિચારમાં પડી ગયા હતા . ત્યારબાદ તેમણે તરત જ કોલેજના સત્તાવાળાઓ અને યુનિ . ના સ્કોર્ડના સભ્ય પ્રો . બી . એમ પટેલને બોલાવ્યા હતા . જ્યાં તેમણે રવિ પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરીને કોપીકેસ બનાવ્યો હતો. રવિ પટેલે બચાવ કરતા જણાવ્યું હતું કે,મારા ખિસ્સામાંથી ભલે કાપલી નીકળી હોય પરંતુ મે તેમાથી જોઈને પેપરમાં કઈજ લખ્યું નથી . તેમ છતાં મને કોઈ ચોક્કસ કારણસર ટાર્ગેટ બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે . જોકે કોપીકેસ થયા બાદ યુનિમાં જ્યારે પણ સુનાવણી થશે ત્યારે હું દાવા સાથે જણાવીશ કે પકડાયેલી કાપલીમાંથી પેપરમાં લખ્યું હોય તો તે સાબિત થઈ જશે . રવિ પટેલના વધુમાં જણાવાયા મુજબ શુક્રવારે લેવાયેલી પરીક્ષામાં અન્ય ત્રણ પરીક્ષાર્થીઓ વિરૂધ્ધ કોપીકેસ થયા છે . જોકે તેમાં કયો પરીક્ષાર્થી ગુનેગાર કે નિર્દોષ હશે તે તો યુનિ . ની સુનાવણી બાદ જ ખબર પડશે .

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x