ગુજરાતરાષ્ટ્રીય

દિલ્હી પોલીસ ને મોટી સફળતા, IED સાથે ૩ સંદિગ્ધ ગિરફ્તાર

નવી દિલ્હી
દિલ્હી પોલીસે એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સોમવારે IED સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સ્પેશ્યલ સેલે તેમને ગુવાહાટીથી ઝડપી પાડ્યા છે. ત્રણે શંકાસ્પદો આઈએએસ સાથે જોડાયેલા બતાવવામાં આવી રહ્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન પણ મળી આવ્યો છે.
ડીસીપી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, પોલીસે ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) સાથે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણે શંકાસ્પદ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પકડવામાં આવેલા ત્રણે લોકો દિલ્હી, આસામ સહિત કેટલાક રાજ્યોમાં હુમલાની તૈયારી કરી રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં પણ સોમવારે જીવતા ગ્રેનેડ સાથે એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર, આ આતંકી બારામુલ્લામાં રેલવે ભરતી દરમિયાન મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. તેની પાસે ગ્રેનેડ મળી આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x