વાવોલ: વિકાસ સમિતિના સ્નેહમિલનમાં ‘‘તરતા પુસ્તકાલય’’નું લોકાર્પણ
ગાંધીનગર, તા. ૨૫
ગાંધીનગરની સૌથી નજીકના ગુડા વિસ્તાર વાવોલમાં આજે સવારે ૧૦ કલાકે સધીમાતાના મંદિરે વાવોલ વિસ્તાર વિકાસ સમિતિનો સ્નેહમિલન સમારંભ યાજાયો હતો. આ સ્નેહમિલન સમારંભમાં સમિતિ દ્વારા સંચાલિત ‘‘તરતા પુસ્તકાલય’’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા નૂતન વર્ષને અનુલક્ષીને આજે વાવોલની શાલ્વિક હોમ્સ સોસાયટીથી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર આવેલા ખાખરાવાળી સધી માતાના મંદિરે સ્નેહમિલન સમારંભનું આયોજન કર્યુ હતુ. જેમાં વાવોલ ગામની પંચાયત સમિતિના સદસ્ય ઘનશ્યામસિંહ ગોલ તથા મંદિરના પૂજારી બળદેવભાઈ અતિથી વિશેષપદે ઉપÂસ્થત રહ્યા હતા. આ સાથે સ્નેહ મિલન સમારંભમાં વાવોલના નવવિકસિત સોસાયટી વિસ્તારની વિવિધ સોસાયટીઓના અગ્રણી રહીશો તથા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. આ પ્રસંગે સધીમાતાના પ્રાંગણમાં વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ સંચાલિત તરતા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સ્વૈચ્છિક સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા આ પુસ્તકાલયને ૫૧ પુસ્તકોનું દાન આપવામાં આવ્યુ હતુ તે સાથે અન્ય દાતાઓ તરફથી પણ આ લાયબ્રેરીને વિવિધ જીવનોપયોગી પુસ્તકો દાનમાં મળ્યાં હતા. સ્નેહમિલન સમારંભમાં વાવોલમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશયથી બે સ્થળે ‘‘આનંદની દિવાલ’’ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્નેહમિલન સમારંભમાં વાવોલ વિસ્તાર વિકાસ સમિતિના ગૌરાંગ શાહે શાબ્દિક સ્વાગત કર્યા બાદ શૈલેષભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ સમિતિના કાર્યો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમના સમાપને અતુલભાઈ મહેતાએ આભાર દર્શન વ્યક્ત કર્યુ હતુ જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પંડ્યાએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાવોલ વિસ્તાર વિકાસ સમિતિના ઘણા સ્વયંસેવક સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમારંભના અંતે તમામે આયુર્વેદિક કાવો અને અલ્પાહારની મોજ માણી હતી.