ભાજપનો ભરતી ગોટાળો: મજબુર યુવાનો પાસેથી કરોડનું ઉઘરાણું: પરેશ ધાનાણીનો ગંભીર આક્ષેપ
અમદાવાદ :
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારી ભરતીના સંદર્ભમાં સરકાર પર ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ પ્રકારનું લખાણ મુકી પોસ્ટ વાયરલ કરી છે જેમાં તેઓએ લખ્યું છે કે “ભાજપનો ભરતી ગોટાળો” પરેશ ધાનાણીએ કાવ્યાત્મક ભાષામાં ભાજપ સરકાર દ્વારા સરકારી ભરતીમાં કરવામાં આવી રહેલા ગોટાળાનો વ્યંગ વ્યક્ત કર્યો છે ધાનાણીએ લખ્યું છે કે પહેલા તલાટી, લોકરક્ષક, વન રક્ષક, ટેટ અને ટાટ સહીતની કચેરી સહાયકની ભરતીમાં ગોટાળા પછી હવે બિન સચિવાલય સંવર્ગના પરીક્ષામાં પેપર ફોડનારી સરકારે લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું ષડ્યંત્ર શું કામે રચ્યું છે ?
પરેશ ધાનાણીએ કાવ્યાત્મક શૈલીમાં લખ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે સરકાર ભરતીની જાહેરાત છપાવે તથા મોંઘી ઉઘરાવી અને ફોર્મ ભરાવે પરીક્ષાની તૈયારીમાં સમય વેડફાવે પાસ કરાવી દેવાના વાયદા અપાવે મજબૂર યુવાનો પાસેથી કરોડો ઉઘરાવે કાવ્યના અંતમાં પરેશ ધાનાણી લખે છે કે હવે ભરતી મેળો બંધ રખાશે અને નવી ચૂંટણીની રાહ જોવડાવે ?
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકારે બિન સચિવાલય માં ધોરણ 12 પાસ ઉમેદવારો ની ભરતી માટેની પરીક્ષા લીધી હતી ત્યાર બાદ ગઈકાલે એક એવું પરિપત્ર કર્યો છે તે સરકારની ભરતીમાં ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન હોવું જોઈએ આવી સ્થિતિને પગલે વિરોધ પક્ષના નેતા એ પણ ટ્વિટર પર પોતાનો બળાપો ઠાલવ્યો છે.