મહારાષ્ટ્ર: આવતીકાલે મહા ફ્લોર ટેસ્ટ-સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી
દેશની સર્વોચ્ચ ન્યાયાલયે આજે સવારે સાડા દસ વાગ્યે મહારાષ્ટ્ર સરકાર ગઠન ને લઈને ગૂંચવાયેલા રાજકીય કોકડા અંગે આદેશ આપ્યો કે, આવતી કાલે બુધવાર 27 નવેંબરે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજવો. આવતી કાલે સાંજે પાંચ વાગ્યે ફ્લોર ટેસ્ટ યોજાશે. અને વિધાયકો ના શપથ ગ્રહણ પણ કાલે જ કરાવી દેવા.
ફ્લોર ટેસ્ટ લેવાય ત્યારે જીવંત પ્રસારણ કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટનો રૂમ નંબર બે ખીચોખીચ ભરેલો હતો. કોર્ટમાં તમામ પક્ષોના વકીલો હાજર હતા. કોંગ્રેસના પીઢ નેતાઓ તેમજ પ્રખર વકીલો મનુ અભિષેક સિંઘવી અને કપુલ સિબલ પણ હાજર હતા. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓ પણ હાજર હતા.
જસ્ટિસ રમણે ચુકાદો વાંચવા માંડ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સંસદીય પરંપરામાં કોર્ટ કોઇ દખલ કરવા માગતી નથી. ગુપ્ત મતદાન થશે નહીં. ફ્લોર ટેસ્ટ પહેલા તમામ સભ્યોની સોગંદવિધિ થશે. આ ચુકાદો ત્રણ જજોની બનેલી બેન્ચે આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એન.વી રમન આ કેસનો ચુકાદો આપ્યો હતો.