ગુજરાતનાં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ ની વરણી
અમદાવાદ
ગુજરાતમાં ચીફ સેક્રેટરી જે. એન. સિંહ 29મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે અનિલ મુકીમ નવા ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. ચીફ સેક્રેટરી જે એન સિંઘ આવતીકાલે ચાર્જ છોડશે. એક્સટેન્સનનો સમયગાળો પુરો થતાં ચાર્જ છોડશે. નિવૃત્તિ બાદ 6 મહિનાનું સિંહને એક્સટેન્સન અપાયું હતું.
અનિલ મુકીમ ખાણ-ખનીજ વિભાગના સચિવ છે. અનિલ મુકીમ 1985 બેંચના IAS અધિકારી છે. માર્ચ 2018માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મુકાયા હતા. અનિલ મુકીમ ભાજપ હાઇકમાન્ડની ગુડબુકમાં સ્થાન ધરાવે છે.
મુકીમ વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવે છે. મુકીમની ગણતરી ઇમાનદાર અધિકારીઓમાં થાય છે. મુકીમ ગુજરાતમાં સામાન્ય વહીવટી વિભાગમાં સેવા આપી ચૂક્યા છે. નાણાં અને મહેસુલ વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
અનિલ મુકીમ અમદાવાદથી સારી રીતે પરીચીત છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે. અમદાવાદની સાથે સાથે ગુજરાત ઉપર પમ તેમની સારી પકડ છે.