આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

UK ના ચુનાવી મેદાન માં અમદાવાદી, કન્ઝર્વેટિવ પાર્ટીએ આપી ટિકિટ

અમદાવાદ
40 વર્ષીય તમકીન શેખનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. 12 ડિસેમ્બરે યુકેમાં યોજાનારી ચૂંટણીમાં તેઓ પહેલીવાર ઊભા રહ્યાં છે. બાર્કિંગ મતક્ષેત્રમાંથી ચૂંટણીમાં ઊભા રહેલા તમકીન શેખ હાલતો પ્રચારમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું, ભારતની ચૂંટણી કરતાં અહીં થોડું અલગ છે. કારણકે અહીં ઉમેદવારોએ મતદારોની વચ્ચે વધુ રહેવું પડે છે. મતદારો સાથે રહીને તેમની સમસ્યા જાણવી જરૂરી છે.
તમકીન શેખે કહ્યું, મારો જન્મ અમદાવાદમાં થયો છે. નવરંગપુરા વિસ્તારમાં હું મોટી થઈ છું. માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાંથી શિક્ષણ મેળવ્યું છે. મેં જર્નાલિઝમનો કોર્સ કર્યો અને તેમાં જ અમદાવાદમાં કરિયર બનાવ્યું હતું. 2004માં ઉચ્ચ અભ્યાસ માટે હું યુકે આવી હતી.
બ્રેક્ઝિટના સમર્થક તમકીન શેખ લેબર પાર્ટીના ઉમેદવાર માર્ગરેટ હોજ સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. માર્ગરેટ પાસે આ બેઠક 1994થી છે. 1940ના દશકામાં બાર્કિંગ મત વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ આ બેઠક લેબર પાર્ટી પાસે છે. જો કે, તમકીનને આ વાતની કોઈ ચિંતા નથી. તમકીને કહ્યું, હું ઘણા વર્ષોથી સામાજિક કાર્યો કરી રહી છું. સ્થાનિક સમુદાય સાથે સારો પરિચય છે. આ જ રીતે સામાજિક કાર્યો થકી જ મેં રાજકારણમાં પ્રવેશ કર્યો. તમકીન જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં સ્થાનિકો ઉપરાંત એશિયા અને આફ્રિકાથી આવેલા ઈમિગ્રન્ટ્સની વસ્તી છે. બે બાળકોની માતા તમકીને કહ્યું, “કંઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું કારણકે તે વેપાર અને નવીનીકરણને પ્રોત્સાહન આપે છે. હું ચૂંટાઈશ તો લોકોની સારસંભાળ, યુવાનોને યોગ્ય તક અને સામાજિક સંસ્થાઓને વધુ સારી બનાવવા માટે મહેનત કરીશ.
નિષ્ણાતોના મતે, બ્રિટિશ રાજકારણમાં છેલ્લા થોડા વર્ષોમાં એશિયા અને ભારતના પ્રતિનિધિઓ વધ્યા છે. લંડન જેવા શહેરમાં એશિયા અને ભારતીયોની વસ્તી વધારે છે અને ત્યાંના પ્રતિનિધિ પણ છે. આફ્રિકા અને ભારતીય મૂળના પ્રીતિ પટેલ બ્રિટિશ રાજકારણનું જાણીતું નામ છે. યુકેમાં બોરિસ જોન્સની સરકારમાં તેઓ ગૃહમંત્રી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x