ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો જાહેર ન થઇ શકયા

ગાંધીનગર
ગુજરાતમાં ભાજપના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોના પ્રમુખો જાહેર કરવાની પ્રદેશ પ્રવકતાએ જાહેર કરેલ મુદતનો અંતિમ દિવસ છે. હજુ સુધી એકપણ શહેર-જિલ્લા પ્રમુખના નામ જાહેર થઇ શકયા નથી. નેતાઓની કહેવાતી વ્યસતતા, સંઘની શિબીર જેવા સતાવાર કારણો વચ્ચે ખેચતાણનો મુદે પણ અગત્યનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અમુક જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખ અને મહામંત્રીઓની પસંદગીમાં ભાજપની ભારે કસોટી થઇ રહી છે. સર્વાનુમતી ન થતા મામલો અટકયો છે. હવે ડીસેમ્બરના પ્રારંભે નવા શહેર જિલ્લા સુકાનીઓ જાહેર થાય તેવી શકયતા છે. પાર્ટીએ ૪ ઝોનમાં નિરીક્ષકો મોકલીને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરેલ. પ્રદેશ કક્ષાએ તેની સુનાવણી પણ થઇ ગઇ છે. હવે સ્થાનિક કડદાએ બેઠક યોજી નામ જાહેર કરવાના જ બાકી છે. અમુક જિલ્લાઓમાં જુથવાદના લબકારાના કારણે સર્વાનુમતી સાધવામાં અડચણ થઇ રહી છે. ૩૦મી નવેમ્બર થઇ ગઇ હોવા છતાં પાર્ટીએ નવા નામો જાહેર કરવાની તારીખો જાહેર કરી નથી. મહારાષ્ટ્રનું પરિણામ, ૬ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ, ર૦ર૦માં આવી રહેલ. તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ વગેરે કારણોસર ભાજપે નવા પદાધિકારીઓ નકકી કરવામાં વધુ કાળજી રાખવી પડે તેવા સંજોગો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *