ગુજરાત પરીક્ષા માં ગેરરીતી: SIT માટે યુવરાજ સિંહ-સરકાર તૈયાર, વિદ્યાર્થિયો સંતુષ્ઠ નથી
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના મામલે SIT ને લઈને વિદ્યાર્થિયો માં બેમત
ગાંધીનગર
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે SITની રચના કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. વિદ્યાર્થી નેતાઓની માંગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. 10 દિવસમાં SITનો રિપોર્ટ સરકારને સોપવામાં આવશે. હવે આ આંદોલન માં વળાંક ત્યાં આવ્યો છે કે યુવરાજ સિંહ માની ગયા છે પર બાકી ઉમ્મેદવારો સરકારના આ નિર્ણય થી સંતુષ્ઠ નથી.
5 સભ્યોની SIT ટીમની રચના
રાજ્યના અગ્રસચિવ કમલ દયાની SITના ચેરમેન રહેશે
SITમાં રેન્જ IG મયંક ચાવડાનો પણ સમાવેશ
SITમાં મનોજ શશિધરનનો પણ સમાવેશ
જવલંત ત્રિવેદી સભ્ય સચિવ રહેશે
આવતીકાલે SITની પ્રથમ બેઠક મળશે
10 દિવસમાં SITની ટીમ સરકારને રિપોર્ટ સોપશે
રિપોર્ટ ના આવે ત્યા સુધી પરિણામ જાહેર નહી કરવામાં આવે
લાઇબ્રેરીઓને અધતન બનાવવામાં આવશે
પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું?
ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 6 લાખ કરતા વધુ પરીક્ષાર્થી બેઠા હતા જેમાં પરીક્ષા દરમિયાન જુદી જુદી ઘટનાઓ બની હતી.તેમણે ફોટા આપ્યા હતા.ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ આપી હતી જેની તપાસની પ્રક્રિયા ચાલુ છે.પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયના કારણે પરીક્ષાના પરિણામમાં ક્યાક એવુ ના બને સાચા લોકોને અન્યાય થાય અને ખોટા લોકો તેનો લાભ લઇ જાય.જેમણે મહેનત કરી છે 2-3 વર્ષથી એમના સંદર્ભમાં તેમના મનમાં જે ચિંતા હતી. જેને કારણે કેટલાક પરીક્ષાર્થીઓ ગઇકાલથી આંદોલન માટે ભેગા થયા હતા. ઠંડીમાં રહેવુ પડ્યુ તેમનું દુખ છે. યુવાનોને હેરાનગતી થઇ તે અયોગ્ય થઇ છે. મુખ્યમંત્રીએ સામે ચાલીને આ લોકોના ઇશ્યુનો કેવી રીતે શોર્ટ આઉટ કરી શકે તેના વિશે કલેક્ટર સહિતના લોકો સાથે તેમજ આંદોલન કરી રહેલા લોકો સાથે ચર્ચા કરી વ્યાપક પરીક્ષાર્થીઓના હિતમાં તેમની રજૂઆતો હતી તેમને સ્વીકારી હતી.10 દિવસની અંદર તમામ ચારેય આગેવાનોની તેમજ તેમની સાથે જોડાયેલા લોકોની લાગણી છે.