મહિલાઓ માટે અસુરક્ષિત બન્યું રાજ્ય..? ગુજરાતમાં દુષ્કર્મના સૌથી વધુ કેસો સુરતમાં
સુરત
દેશ માં દુષ્કર્મ ની ઘટનાઓ ખુબ વધી રહી છે. એક સર્વે પ્રમાણે ભારત દુનિયા ની અનસેફ કંટ્રી માં પ્રથમ ક્રમેં આવે છે. જે દેશ માટે ખુબજ શરમ નાક વાત છે. બીજી બાજુ વાત કરીએ કો દેશનું મહત્વનું રાજ્ય ગુજરાત પણ આમા પાછળ નથી રહ્યું. દેશનું વિક્સિત રાજ્ય કહેવાતું ગુજરાત પર આ મામલે પાછળ નથી. રાજ્યમાં પણ દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં રાજ્યમાં દુષ્કર્મની 84 ઘટનાઓ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ 20 કેસો તો રાજ્યના ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાંથી જ સામે આવ્યા છે.
ગુજરાત પોલીસ પાસેથી મળેલા આંકડા પ્રમાણે, 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં દુષ્કર્મના 80 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ ઘટનાઓ સુરતમાં નોંધાઈ છે. જે બાદ રાજકોટ 11 ઘટનાઓ સાથે બીજા નંબર પર છે. તે પછી વડોદરામાં 9 અને અમદાવાદમાં 7 ઘટના નોંધાઈ છે. 84 કેસોમાંથી 40 દુષ્કર્મ પીડિતાઓ સગીરા છે અને એમાં પણ 15 પીડિતાઓની ઉંમર 10 વર્ષથી પણ ઓછી છે.
એક માત્ર નવેમ્બર મહિનામાં ગુજરાતમાં દુષ્કર્મની 24 ઘટનાઓ નોંધાઈ છે. એમાં પણ સૌથી વધુ ઘટનાઓ સુરતમાં 9 અને રાજકોટમાં 4 કેસો નોંધાયા છે. અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ એકથી બે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદાને બાદ કરીએ તો, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં દુષ્કર્મના કોઈ કેસો નોંધાયા નથી. નર્મદા જિલ્લામાં એક ફરિયાદ દાખલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, 2018માં સુરતના ડિંડોલી વિસ્તારમાં એક જ દિવસમાં બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળ્યો હતો. એક બાળકી સાથે તેના જ સગા સગીર ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું, તે બીજી ઘટનામાં પડોશમાં રહેનારો યુવક બાળકીને ચોકલેટની લાલચ આપીને લઈ ગયો અને પછી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પ્રથમ કેસમાં સગીરને કોર્ટે દોષી માનીને રિમાન્ડ હોમ મોકલી દીધો હતો, જ્યારે બીજા કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવવામાં આવી ચૂકી છે.