ગાંધીનગરગુજરાત

વિધાનસભા કૂચને નિષ્ફળ બનાવવા માટે રૂપાણી સરકારે પોલીસ તંત્રનો ગેરઉપયોગ કર્યા: કોંગ્રેસ

ગાંધીનગર
રાજ્યના પાટનગરમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી સભા અને વિધાનસભા કૂચને નિષ્ફળ બનાવવા માટે રૂપાણી સરકારે પોલીસ તંત્રનો ગેરઉપયોગ કર્યાનો આરોપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લગાવ્યો છે. ગુજરાત એક્સક્લુસીવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હવે પ્રજા ભાજપ સરકારની તાનાશાહીથી ત્રસ્ત થઈ ગઈ છે, ત્યારે લોકશાહીમાં પ્રજાનો અવાજ દબાવવા માટે સરકારે જે રીતે પોલીસતંત્રનો ગેરઉપયોગ કર્યો છે. પોલીસ દ્વારા પણ સરકારના ઇશારે લોકો સાથે આંતકવાદીઓ જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે, સવારે ગાંધીનગરમાં આવતા લોકોને એ રીતે ટ્રીટ કરવામાં આવે છે જાણે એ વિધાનસભામાં હુમલો કરવા આવતા હોય અને રીતસરનો ભયનો માહોલ સર્જાયો છે. આ લડત માત્ર કોંગ્રેસની નહી, પરંતુ સામાન્ય પ્રજાની છે. સરકાર દ્વારા પોલીસને આગળ ધરીને ડરનો માહોલ સર્જવામાં આવી રહ્યો છે. CMO તરફથી પોલીસને સીધો આદેશ મળી રહ્યો છે અને અમારા કાર્યકર્તાઓને ધમકાવવામાં આવી રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે ખેડૂત થી લઈને વિદ્યાર્થીઓ સરકારની તાનાશાહીમાં ફસાઈ રહ્યા છે. બીન સચિવાલય કલાર્કની પરીક્ષામાં મેરીટ સાથે ચેડાં કરીને પોતાના લાગતા વળગતા લોકોને સાચવવાની વૃત્તિને કારણે આજે છેલ્લા 10 દિવસથી ગાંધીનગર આંદોલનનું કેન્દ્ર બન્યું છે. હવે પ્રજા આ સરકારની મેલી મુરાદને જાણી ગઈ છે અને આકરો જવાબ આપવા તૈયાર છે. અત્યારે કોંગ્રેસ રાજનીતિ નથી કરતી, પરંતુ એક વિરોધ પક્ષ તરીકેની પોતાની ફરજ નિભાવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x