ગાંધીનગરગુજરાત

જામનગર માં ફરી 3.0 ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જામનગર
ગુજરાત ના જામનગરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળેલી માહિતી અનુસાર, આ વખતે લાલપુરમાં 3.0 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપ બાદ લોકોમાં કુતુહલતા ભયની લાગણી જોવા મળી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનુએપી સેન્ટર લાલપુરથી 26 કિમી દૂર છે. આ આંચકાનો અનુભવ જોડિયા પંથકમાં પણ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગર શહેર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારો ભૂકંપ સિસ્મિક ઝોન-4 માં આવે છે, જેના કારણે અહીં 3.3 સુધીના ભૂકંપના આંચકા આવતા રહે છે.
ભૂકંપના આંચકા આવવાનું વધતા થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા જાગૃતિનિર્માણ અર્થે લોકહિતમાં કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાં સલામતી અને સાવચેતી માટે ભૂકંપ પહેલા અને પછી શું ધ્યાનમાં રાખવું તે જણાવવામાં આવ્યું હતું. સૂવાની જગ્યા પર ફોટો ફ્રેમ, દર્પણ કે કાચ ન લગાવવા, અઠવાડિયા પૂરતું આકસ્મિક જરૂર પુરતા ખોરાક, પાણી, દવાઓ વગેરે સામગ્રી તૈયાર રાખવી, તો નજીકના આરોગ્ય કેન્દ્ર, અગ્નિ શમન કેન્દ્ર, પોલીસ સ્ટેશન વગેરેની માહિતી હાથવગી રાખવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x