ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારા બિલ સર્વાનું મતે વિધાનસભામાં પસાર
ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારા બિલ સર્વાનું મતે પસાર થયુ છે. રૂપાણી સરકારે પસાર કરાવેલા આ બિલ ને સરકારના માસ્ટર સ્ટ્રોક ના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. કારણ કે સરકારે પસાર કરાવેલ આ બિલ થી ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટી કાયદેસર કરાશે. મનપા અને નગરપાલિકા વિસ્તારમાં આ અધિનિયમ લાગુ પડશે. બીયું પરમિશન કે એનએ કર્યા વિનાની સોસાયટી કાયદેસર કરાશે. એટલે એમ ઓવર ઓલ એમ કહી શકાય કે આ જનતા ના હિત માટે લેવાયેલો નિર્ણય કહી શકાય.
આ બિલથી વર્ષો પહેલા 100ના સ્ટેપ આધારે મકાન ખરીદનાર લોકોને પણ ફાયદો થશે. જોકે આ તમામ બાબતો કાયદેસર કરતા પહેલા રાજ્ય સરકાર અગાઉના વેરા વસુલ કરશે. કોંગ્રેસ ધારાસભ્યોએ ગામડાના સરકારી વાડાને પણ રેગ્યુલાઈઝ કરવાનું સૂચવ્યું હતુ. આજે વિધાનસભામાં ત્રણય બિલ ચર્ચા બાદ સર્વાનુંમતે પસાર થયા.
જમીન મહેસુલ તૃતિય સુધારા બિલ ૨૦૧૯
ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસોસાયટી કાયદેસર થશે
મહાપાલિકા અને નગર પાલિકા વિસ્તારમાં અધિનિયમ લાગુ થશે
બીયુ પરમીશન કે એનએ કર્યા વિનાની સોસાયટી કાયદેસર થશે
૧૦૦ ના સ્ટેમ્પ પેપરના આધારે મકાન ખરીદનાર લોકોને થશે લાભ