અમિત શાહ વીષ્ટી કરાવશે
અમદાવાદ, તા. 08 સપ્ટેમ્બર 2016
વિકાસની વાતો કોરાણે મૂકી જ્ઞાતિવાદ આધારે વિધાનસભાની ચુંટણી લડવાનું ભાજપનું મિશન 2017 ધામધૂમથી શરૃ થઈ ગયું છે આજે સુરત ખાતે તેના શ્રી ગણેશ કરવામાં આવશે. એક સમયે પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા પાટીદાર આગેવાનો અચાનકથી રાજકિય આગેવાનોના ગુણગાન ગાવા માંડ્યા છે. તેમાંય અમિત શાહ ખાસ આ સંમેલનમાં હાજરી આપીને અનામત આંદોલનની રહી સહી ચિનગારી પર પણ પાણી ફેરવી દેવાની પેરવીમાં હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. તે પાટીદારો સાથે વીષ્ટી કાર્ય પૂરૂ કરવાની પેરવીમાં છે.
આ બધી રાજકીય ગડમથલમાં અચાનકથી હાર્દિકને વિલન ચિતરવાના પ્રયાસો પણ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે અચાનકથી હાર્દિકના સ્ટિંગ ઓપરેશનનો વિડિયો ફૂટી નીકળ્યો છે અથવા તો જાણી જોઈને આ વિડિયોનો વિવાદ આ સમયે ખાસ ચગાવવામાં આવી રહ્યો છે. આ વિડિયો પણ પાટીદાર આગેવાન વેપારી મુકેશ પટેલ દ્રારા બનાવવામાં આવ્યો છે.
હાર્દિક અને પાસ પર અવારનવાર પાટીદારો પાસેથી પૈસા લેવાતા હોવાના આક્ષેપો મુકવામાં આવે છે. અવારનવાર પાસને મળેલા નાણાકિય ભંડોળના ગોટાળાઓ વિશે પણ ચર્ચાઓ થાય છે પરંતુ હવે જ્યારે ભાજપા 2017ની વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ કરી રહ્યુ છે ત્યારે અચાનકથી પાટીદારોને પોતાને પક્ષે બેસાડવા માટે ખાસ કાર્યક્રમો દ્રારા પાટીદાર વોટબેંકને ફરીથી પોતાના તરફ આકર્ષવાની પેરવીમાં છે. આનંદીબહેન પટેલે ભલે વયનું બહાનું ધરીને રાજીનામું આપ્યું પરંતુ પાટીદાર આંદોલન તેમની રાજકીય કારકિર્દીને પર રોક લગાવવા માટે ઓછુ જવાબદાર નથી.
અમિત શાહ વીષ્ટી કરાવશે?
પાટીદારો દ્વારા જ ખાસ આ આંદોલન ચલાવવામાં આવ્યુ હતુ અને નવા સીએમ આવતાં તેમની સાથે એક મંચ શેર કરીને તેમના સન્માનનો સમારંભ રાખ્યો છે તે શું સુચવે છે. એમાંય અમિત શાહ ખાસ ગઈ કાલે મોડી રાતે સુરત આવી ગયા છે અને આ કાર્યક્રમની જાતદેખરેખ રાખી રહ્યા છે ત્યારે ભાજપા હવે વિકાસના ટ્રંક કાર્ડ પર ચુંટણીમાં ઉતરવા નથી માંગતું બલકે જ્ઞાતિવાદને મુદ્દો બનાવીને ચુંટણી જંગ જીતવાની તૈયારીઓ કરી રહ્યુ હોવાનું સાફ નજર આવી રહ્યુ છે. આવામાં શામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને ગુજરાતને ભાજપા જીતવા માંગે છે. કારણ કે કેન્દ્રના રાજકારણમાં ગુજરાત મોડેલ તરીકે રજુ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગયા પછી ફેલાયેલા અસંતોષને ખાળવા, દબાવવા કે બીજી તરફ વાળવા માટે પક્ષ અને અમિત શાહ પ્રયત્ન કરી રહ્યા હોવાનું દેખાઈ આવે છે. આ તમામ ઘટનાઓમાં હવે પાટીદારોનો ઉપયોગ પાટીદાર આંદોલન અને તેના આગેવાન હાર્દિક પટેલને ક્ંટ્રોલ કરવા થતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.
હાર્દિકને વિલન બનાવીને પણ પાટીદારોને ફેવરમાં લેવા ભાજપા મેદાને
અચાનકથી સુરતના વેપારી મુકેશ પટેલ પોતે હાર્દિકના ભાઈને 30 લાખ રૃપિયા ચુક્વ્યા હોવાનું કહીને આ તમામ ઘટનાને તેમણે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હોવાની વાત કરે છે. તેમના કહેવા મુજબ પાટીદાર આંદોલન વખતે સરકાર અને પાટીદારો વચ્ચેની મધ્યસ્થી કરાવવા આને આ આંદોલન રોકવા માટે હાર્દિકે તેમની પાસે પૈસાની માગંણી કરી હતી અને તેમણે એ પેટે પૈસા ચુકવ્યા હતા અને આ પૈસાની ચુકવણીને મોબાઈલમાં કેપ્ચર કરી લીધી હતી. આ વિડિયો છ મહિનાથી પણ પુરાણો છે. હવે અચાનક આ વેપારી આ વિડિયો રજુ કરીને હાર્દિકને વિલન સાબિત કરવા માંગે છે કે ભાજપાને નિર્દોષ અથવા પાટીદારને મુર્ખ તે ખુદ તે અંદે તે ખુદ અસંમજસમાં હોવાનું જણાઈ આવે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ ભાજપાના ગઢમાં ગાબડા પાડ્યા છે.