ગાંધીનગરગુજરાત

પલસાણામાં બે પરીવાર વચ્ચે મારામારીઃક્રોસ ફરિયાદ દાખલ

કલોલ,બુધવાર
કલોલના પલસાણામાં નજીવી બાબતમાં બે પક્ષો વચ્ચે લોખંડની પાઇપથી હુમલો થતા ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. તેમજ ધમાસણામાં પણ મારામારીની ઘટના બનતા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ થયો છે.

કલોલના પલસાણા ગામમાં ઘર સામે જોવાની નજીવી બાબતમાં બે પરીવારો બાખડતા મારામારી થઇ ગઇ હતી. જેમાં ગોવિંદભાઇ દંતાણી તથા નિકુલ દંતાણી અને નટવરભાઇ દંતાણીને ઇજાઓ થઇ હતી. આ ઘટનામાં ગોવિંદભાઇ ભીખાભાઇ દંતાણીની ફરિયાદને આધારે રીકા દંતાણી, નટવર ભીખાભાઇ દંતાણી, નનાભાઇ જીણાભાઇ દંતાણી અને અશોક નટવરભાઇ દંતાણી સામે ગુનો દાખલ કરાયો છે. તો સામાપક્ષે પણ નિકુલ નટવરભાઇ દંતાણીની ફરિયાદને આધારે ગોવિંદભાઇ દંતાણી, પુષ્પાબેન ગોવિંદભાઇ દંતાણી, રાહુલ ભીખાભાઇ દંતાણી, દિનેશ ભીખાભાઇ દંતાણી સામે ગુનો દાખલ થયો છ. ત્યારે મારામારીની બીજી ઘટના ધમાસણામાં બની હતી. જેમાં નજીવી બાબતમાં મહેશ ધનાભાઇ વાઘેલાને ત્રણ શખ્સોએ માર માર્યો હતો. મહેશ વાઘેલાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે મનુભાઇ પશાભાઇ વાઘેલા, જીગ્નેશ મનુભાઇ વાઘેલા અને નીતાબેન મનુભાઇ વાઘેલા સામે ગુનો દાખલ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x