ગાંધીનગરગુજરાત

17 માંગણી સાથે રાજ્યભરના 10 હજાર જેટલા મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર

ગુજરાત માં માંગો ને લઈને અવાર-નવાર સરકાર સમક્ષ લોકો હડતાલ અને અંદોલન કરે છે પર રૂપાણી સરકાર ના પેટનું પાણી પણ હલતું હોય એવું દેખાતું નથી..!!

ગાંધીનગર
બિનસચિવાયલની પરીક્ષામાં ગેરરીતી મુદ્દે અગાઉ વિદ્યાર્થિયો પણ પોતાની માંગો ને લઇ સડક પર આવી ગયા હતા. જો કે, વિદ્યાર્થીઓને માત્ર તપાસને નામે લોલીપોપ આપીને બેસાડી દેવામાં આવ્યા હતા. આજ હવે સાતમાં પગાર પંચના લાભ મળવા સહિતની પોતની 17 પડતર માંગણીઓને લઈને રાજ્યભરના 10 હજાર જેટલા મહેસૂલ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે આ રેવન્યુ કર્મચારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન આપવા માટે રેલીનું આયોજન કર્યું છે. ત્યાર બાદ વિદ્યાર્થીઓની માંગોને લઇને વિપક્ષે હોબાળો કર્યો તો તેમના પર પાણીનો મારો કર્યા બાદ ડિટેઈન કરીને તેમને ચૂપ કરી દેવમાં આવ્યા હતા. હવે એક વખત ફરીથી ગુજરાત સરકારના જ અધિકારીઓ જ પોતાના હક માટે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે. તેવામાં સરકારે હવે તેમની માંગણીઓને માન આપે છે કે, પછી તેમને પણ સામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવીને તેમના પ્રદર્શન પર પાણી ફેરવી નાખે છે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી પોતાની 17 મુદ્દાની માંગને લઈને સમગ્ર રાજ્યના 10 હજાર જેટલા રેવન્યુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આમ છત્તાં તેમની માંગણી ના સંતોષાતા આજે તેઓએ રેલી કાઢીને મુખ્યમંત્રી રૂપાણીનું ધ્યાન દોરવા માટેની યોજના બનાવી છે. રેવન્યુ કર્મચારીઓની રેલીને પગલે ગાંધીનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે હડતાલ પર ઉતરેલા રેવન્યુ કર્મચારીઓએ જણાવ્યું કે, જ્યાં સુધી અમારી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે, ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે. આ રેલીમાં 10 હજારથી વધૂ મહેસુલ કર્મચારીઓ જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હડતાર પર ઉતરેલા કર્મચારીઓની મુખ્ય માંગ છે કે, મહેસુલ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા કર્મચારીને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવે. સિનિયર કેડરની બઢતી આપવામાં આવે. જ્યારે નાયબ મામલતદારમાંથી મામલતદાર તરીકેનું પ્રમોશન આપવું અને રેવન્યુ કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવો. આ અંગે હડતાલ પર ઉતરેલા રેવન્યુ કર્મચારી મહામંડળનાં આગેવાને જણાવ્યું કે, આ રેલી બાદ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવશે. જ્યાં સુધી અમારી પ્રશ્નોનું નિરાકરણ નહી આવે, ત્યાં સુધી અમારી હડતાલ યથાવત રહેશે.
આ રેલીમાં 10 હજારથી વધી મહેસુલ કર્મચારીઓ જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન પણ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેરોજગારીને કાબૂ કરીને યુવાઓને નોકરી આપવા માટે બૂમરાણ મચાવી હતી. તે ઉપરાંત ગ્રાઉન્ડ લેવલે ઉઠેલા પ્રશ્ન જેવા કે બેરોજગારી, મંદી, રોજગારી, સ્થાયી નોકરી, ખેડૂતોની ખરાબ સ્થિતિ, પાકના ટેકાના ભાવ વગેરે જેવા મુદ્દાઓ પર સરકાર ધ્યાન દોરે તેવી માંગણી કરી હતી અને અત્યાર સુધી કેટલા યુવાઓને રોજગારી આપી તેના આંકડા રજૂ કરવાની માંગ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x