હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ: સુપ્રિમ કોર્ટ
નવી દિલ્હી/હૈદરાબાદ
તેલંગાણામાં પશુચિકિત્સક ડોક્ટર દુષ્કર બાદ હત્યા ના અરોપીયો ને પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર ના વિરોધ માં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કેસની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે લોકોને આ એન્કાઉન્ટરની વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે, તેથી તપાસનો વિરોધ નહીં કરો. મુખ્ય ન્યાયાધીશે તેલંગણા પોલીસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહગતીને કહ્યું, “જો તમે કહો કે તમે ફોજદારી અદાલતમાં તેમની (એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ) પર દાવો કરવા જઇ રહ્યા છો, તો અમારે કાંઈ કરવાનું નથી. પરંતુ, જો તમે તેમને નિર્દોષ માનો છો તો લોકોને સત્યને જાણવાનો અધિકાર છે. હકીકતો શું છે, અમે અનુમાન લગાવી શકતા નથી. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું કે, અમારો મત છે કે એન્કાઉન્ટરની સ્વતંત્ર રીતે તપાસ થવી જોઈએ. તેની તપાસ થવા દો. તમને શું વાંધો છે.