ગાંધીનગરગુજરાત

ગુજરાત: SP રેન્કના 13 IPS અધિકારીઓને અપાશે DIG તરીકે બઢતી

ગાંધીનગર
ગુજરાત કેડરના 2006 બેન્ચના SP રેન્કના 13 IPS અધિકારીઓને આગામી મહિનામાં DIG તરીકે બઢતી આપવામાં આવશે.એક સાથે 13 જેટલા IPS અધિકારીઓને સરકાર પ્રથમ વખત DIGમાં બઢતી આપવા જઇ રહી છે.કારણ કે આ બેન્ચમાં સૌથી વધુ IPS અધિકારીઓ ધરાવે છે.ગુજરાત કેડરના 2006 બેન્ચના SP રેન્કના 13 IPS અધિકારીઓને આ મહિનાના અંતમાં કે પછી જાન્યુઆરી મહિનામાં DIG તરીકે બઢતી આપવામાં આવશે.આ અધિકારીઓમાં 2006 બેન્ચના આ અધિકારીઓમાં વેસ્ટર્ન રેલ્વેના SP નિલેશ ઝાંઝરીયા, સ્ટેટ ટ્રાફિક બેન્ચના SP બિપિન આહિરે,
જામનગર SP શરદ સિંઘલ, SP સીએમ સિક્યુરિટી ચિરાગ ખોરડિયા, અમદાવાદ શહેર DCP ઝોન-1 પ્રવીણ માલ,અમદાવાદ શહેર એમએસ ભાભોર, અમદાવાદ શહેર DCP ઝોન-3 આરએફ સંગાડા, ડીઆર પાંડોર, એનએમ ચૌધરી, અમદાવાદ DCP ટ્રાફિક અશ્વિન ચૌહાણ, અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.કે.નાયક,અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર વી અસારી અને અમદાવાદ શહેર DCP ઝોન-7ના કેએન ડામોરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને DIG તરીકે બઢતી આપવામાં આવશે.
2006 બેન્ચમાં 4 IPS અધિકારીઓ ડાયરેક્ટ IPS છે જ્યારે બાકીના 9 અધિકારીઓ પ્રમોશનથી IPS થયેલા છે.2006 બેન્ચના સુરતમાં લાજપોર જેલના સુપ્રિટેડન્ટ મનોજ નિનામાને DIG તરીકે બઢતી નહી મળે જ્યારે આ જ બેન્ચના આરએસ ભગોરા, આરજે પારઘી, પીસી બરંડા અને જીવી બારોટ વય મર્યાદાને કારણે નિવૃત થઇ ગયા છે. 2006 બેન્ચના 9 IPS અધિકારીઓ અગાઉ 2007 બેન્ચમાં સમાવેશ થતો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ અધિકારીઓને વર્ષ અગાઉ એક કેડર ઉપર 2006માં સમાવેશ કરવામાં આવ્યો હતો.જેના કારણે 2007 બેન્ચના SP દિવ્યા મિશ્રા અમદાવાદ DCP ક્રાઇમ દિપેન ભદ્રન, સૌરવ તોલંબિયા અને આણંદ SP મકરંદ ચૌહાણને હવે પછી DIG તરીકે બઢતી આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x