ગાંધીનગરગુજરાત

બહિયલમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેર ગટગટાવ્યું

ગાંધીનગરબુધવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેર ગટગટાવતા ચકચાર મચી ગઇ હતી. ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નોને લઇને થયેલી તકરાર બાદ મુસ્લિમ પરિવારના બે ભાઇ તેમજ કુટુંબની એક મહિલાએ ઝેર પી લીધુ હતું.તબીયત લથડતા આ ત્રણેયને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજપરના તબીબે તાત્કાલિક સારવાર શરુ કરી દિધી હતી અને તેમને દાખલ કરવામાં આવ્યા છે. તો બીજીબાજુ પોલીસને જાણ થયા આ સ્થાનિક પ્રશ્ન કોઇ મોટુ રૃપ ધારણ ન કરે તે માટે ખાસ પગલાં લીધા છે તો આ બાબતે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *