ADC બેંક બદનક્ષી કેસ મામલા માં રણદીપ સુરજેવાલાનાં જામીન મંજુર
અમદાવાદ
ADC બેંક બદનક્ષી કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સુરજેવાલાનાં જામીન મંજુર કર્યા છે. સુરજેવાલાને રૂ.15 હજારનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. તેમના જામીનદાર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી બન્યા હતા. આ કેસની વધુ સુનાવણી 15 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે તેમણે કોર્ટમાં દરેક મુદતે હાજર રહેવામાંથી મુક્તિ માટે પણ અરજી કરી છે. આ સાથે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રણદીપ સુરજેવાલાને પૂછવામાં આવ્યું હતું કે, તમને ગુનો કબૂલ છે? તેના જવાબમાં સુરજેવાલએ જવાબ આપ્યો હતો કે, ‘મને કબૂલ નથી.
મહત્વનું છે કે, વર્ષ 2016માં નોટબંધી સમયે કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નિવેદન કર્યા હતા કે, એડીસી બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કર્યું હતું. જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતાં. આ નિવેદનોના કારણે એડીસી બેંક અને બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.